મનોરંજન

એક્સ હસબન્ડ સામે જ પત્નીએ બોયફ્રેન્ડ સાથે કર્યું લિપલોક, જોતો રહી ગયો પતિ…

બોલીવૂડના ગ્રીક ગોડ તરીકે ઓળખાતા એક્ટર રીતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાને ગઈકાલે પોતાનો 49મો બર્થડે સેલિબ્રેટ કર્યો અને બર્થડે પર સુઝૈનને સ્પેશિયલ ફીલ કરાવવામાં બોયફ્રેન્ડ અર્સલાન ગોનીએ કોઈ કમી બાકી નહોતી રાખી.

સુઝૈનના બર્થડે પર અર્સલાને પહેલાં તો એક રોમેન્ટિક પોસ્ટ કરીને એકદમ પ્રેમાળ અંદાજમાં વિશ કર્યું. પરંતુ બાદમાં સુઝૈને કંઈક એવું કર્યું કે જે જોઈને તમે પણ ચોંકી ઉઠશો.

વાત જાણે એમ છે કે અર્સલાન ગોનીએ સુઝૈન ખાન સાથેના પોતાના રોમેન્ટિક ફોટોનો વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયોમા બંને વચ્ચે દમદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. અર્સલાને પોતાની લેડી લવ માટે રોમેન્ટિક પોસ્ટ પણ કરી હતી. ત્યાર બાગ સુઝૈન બોયફ્રેન્ડ, એક્સ હસબન્ડ રીતિક રોશન, ભઙાઈ ઝાયેદ ખાન, બંને દીકરા અને નજીકના મિત્રો સાથે પાર્ટી કરતી અને બર્થડે સેલિબ્રેટ કરતી જોવા મળી હતી.

સુઝૈનના આ બર્થડે સેલિબ્રેશનના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં સુઝૈન કેક કટ કરતી વખતે બધાની વચ્ચે બોયફ્રેન્ડ અર્સલાન સાથે રોમેન્ટિક થતી જોવા મળી હતી અને તેણે લિપલોક કર્યું હતું. આ સમયે એક્સ હસબન્ડ રીતિક રોશન તેની પાછળ જ ઊભો હતો અને બસ હસતો હસતો જોતો રહ્યો.

આ પાર્ટીમાં રીતિક રોશન પણ પોતાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં રીતિક અને સુઝૈનના બંને દીકરાઓ પણ સાથે જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. લોકો જાત જાતની કમેન્ટ્સ અને લાઈક્સ કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button