નેશનલ

ઇશાન કિશનના બિલ્ડર-પિતા પ્રણવ પાંડે જોડાયા આ પાર્ટીમાં…

પટના: એક તરફ વિકેટકીપર-બૅટર ઇશાન કિશન ડોમેસ્ટિક ક્રિકેટમાં છેલ્લી પાંચ મૅચમાં ફટકારેલી બે સેન્ચુરીના પર્ફોર્મન્સના જોશ સાથે ઇન્ડિયા ‘એ’ ટીમની જોડે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયો છે ત્યાં અહીં ભારતમાં તેના પિતા પ્રણવ પાંડેના રાજકીય ફલક પર નવો વળાંક આવ્યો છે. તેઓ નીતિશકુમારની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ)માં સક્રિયપણે જોડાયા છે.

આ પણ વાંચો : બિહારના સીએમ Nitish Kumar નો ચમત્કારિક બચાવ, કાફલા પર પડ્યો વેલકમ ગેટ

જેડીયુના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા તેમ જ પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહાએ તેમને પાર્ટીનું સભ્યપદ આપ્યું છે.
પટનામાં જેડીયુના કાર્યાલયમાં આયોજિત મિલન સમારોહમાં પ્રણવ પાંડેએ પોતાના કાર્યકરો સાથે મળીને પક્ષનું સભ્યપદ સ્વીકાર્યું હતું. પ્રણવ પાંડે પરિવાર સાથે પટનામાં રહે છે. પ્રણવ પાંડે બિલ્ડર છે અને પટનામાં એક મેડિકલ સ્ટોર પણ ચલાવે છે. એવું મનાય છે કે મુખ્ય પ્રધાન નીતિશ કુમાર કદાચ પ્રણવ પાંડેને આગામી વિધાનસભા ચૂંટણીમાં નવાદા અથવા ઓબ્રા વિધાનસભા બેઠકની ટિકિટ આપશે.

જેડીયુ સાથે જોડાયા બાદ પ્રણવ પાંડેએ કહ્યું, ‘નીતિશ કુમારે બિહારને વિકાસના કાર્યોમાં વેગ આપ્યો છે. બિહારના લોકોનો જે વિકાસ થયો છે એ નીતિશ કુમારને કારણે થયો છે. અમે આ પાર્ટીના સૈનિક છીએ અને અમે પાર્ટી માટે પૂરી નિષ્ઠાથી કામ કરીશું.’

સંજય ઝાએ પ્રવચનમાં કહ્યું, ‘ઇશાન કિશનના પિતા પ્રણવ પાંડે જેડીયુ સાથે શરૂઆતના દિવસોથી સંકળાયેલા છે.

આ પણ વાંચો : રામભદ્રાચાર્યએ ઠપકો આપ્યા બાદ ‘બાળ સંત’ અભિનવ અરોરાને મળી ધમકીઓ

પારિવારિક જવાબદારીઓને કારણે તેઓ થોડા સમય માટે પાર્ટીથી દૂર રહ્યા હતા, પરંતુ હવે ફરી સક્રિયપણે જોડાઈ રહ્યા છે.’
ઇશાન પ્રણવકુમાર પાંડે કિશન 26 વર્ષનો છે. તે ભારત વતી બે ટેસ્ટ, 27 વન-ડે તથા 32 ટી-20 રમ્યો છે. આઇપીએલમાં તે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત લાયન્સ વતી રમ્યો છે. હાલમાં તે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયો છે જ્યાં તે ઇન્ડિયા ‘એ’ વતી ઑસ્ટ્રેલિયા સામે 31 ઑક્ટોબર-11 નવેમ્બર દરમ્યાન બે બિનસત્તાવાર ટેસ્ટમાં રમશે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker