આપણું ગુજરાત

દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કર્ટેન રેઇઝર નવી દિલ્હીમાં યોજાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દેશની રાજધાનીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો, રોકાણકારો સમક્ષ ગુજરાતની વાઇબ્રન્ટ વિકાસ ગાથાની બે દાયકાની સફળતા વર્ણવતા જણાવ્યું હતુ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપ અને નિરંતર માર્ગદર્શનમાં ગુજરાત પ્રોએક્ટિવ પોલિસી – લેડ એપ્રોચ તથા ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એટીટ્યુડ અને રોબસ્ટ ઇન્ડિસ્ટ્રયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે મોસ્ટ પ્રીફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે. નરેન્દ્ર મોદીએ બે દશક પહેલા વાવેલું વાઇબ્રન્ટ સમિટનું બીજ આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

ગિફ્ટ સિટી,ધોલેરા સર, ગ્રીનફિલ્ડ પોર્ટ્સ, ડ્રીમ સિટી, અમદાવાદ મુંબઈ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સ દ્વારા વિકસિત ભારતનું વડા પ્રધાનનું લક્ષ્ય ગુજરાત પાર પાડવા સંકલ્પબદ્ધ છે એવો નિર્દેશ પણ ગુજરાતના મુખ્ય પ્રધાને કર્યો હતો. ૧૦મી વાઇબ્રન્ટ સમિટમાં સેમિક્ધડક્ટર, સસ્ટેઈનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઈડ્રોજન, રિન્યૂએબલ એનર્જી અને ઇન્ડસ્ટ્રી ૪.૦ જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર સેમિનાર અને કોન્ફરન્સ યોજાશે એમ પણ તેમણે જણાવ્યું હતુ.

મુખ્ય પ્રધાન ૨૦૨૪નાં જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી એડિશન સંદર્ભમાં દેશની રાજધાની નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને રોકાણકારો સાથે યોજાયેલી કર્ટેન રેઇઝર મિટમાં સંબોધન કરી રહ્યા હતા.

૨૦૦૩માં જ્યારે કોઈને આવી બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સમિટનો વિચાર પણ ન આવ્યો ત્યારે નરેન્દ્ર મોદીએ એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની ભાવના સાથે વાઈબ્રન્ટ સમિટનું વિચારબીજ રોપ્યું હતું એમ પણ તેમમે જણાવ્યું હતુ.

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આજે તો વાઈબ્રન્ટ સમિટ બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને સામાજિક-આર્થિક વિકાસ માટેની વ્યૂહાત્મક ભાગીદારીનું પ્લેટફોર્મ બની ગઈ છે. વાઈબ્રન્ટ ગુજરાતની બે દાયકાની આ ભવ્ય સફળતાને ગુજરાતે વડા પ્રધાનની ઉપસ્થિતિમાં તાજેતરમાં સમિટ ઓફ સક્સેસ તરીકે ઉજવી હતી, તેનો પણ ઉલ્લેખ મુખ્ય પ્રધાને કર્યો હતો અને જણાવ્યું હતું કે, ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સ એવા ગિફ્ટ સિટી, ધોલેરા સર, ડ્રીમ સિટી, ગ્રીન ફિલ્ડ પોર્ટ્સ અને અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના માધ્યમથી વિકસિત ભારતનું વડા પ્રધાનનું વિઝન પાર પાડવામાં ગુજરાતે પોતાનું યોગદાન આપવાની શરૂઆત કરી દીધી છે. ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લિઝિંગ, ફાયનાન્સિંગ અને ફિનટેક હબ જેવા નવ ઊભરતાં ક્ષેત્રો વિકસી રહ્યાં છે. ધોલેરા સર ભારતનો સૌથી મોટા ગ્રીન ફિલ્ડ ઈન્ડસ્ટ્રિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન અને ગ્રીનફિલ્ડ સ્માર્ટ ઈન્ડસ્ટ્રિયલ સિટી બનશે એમ તેમણે આ બેઠકમાં જણાવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે સેમિ ક્ધડક્ટર અને ડિસ્પ્લે ફેબના ઉત્પાદનમાં પણ ગુજરાતને મોસ્ટ પ્રીફર્ડ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ વ્યક્ત કરતા કહ્યું કે, દેશમાં ગુજરાતે સૌ પહેલાં સેમિ ક્ધડક્ટર પોલિસી લાગુ કરી છે. રિન્યુએબલ એનર્જીમાં પણ ગુજરાતે લીડ લઈને નેટ ઝિરો ઈકોનોમીના સંકલ્પને સાકાર કરવા પગલાં લીધાં છે. તેમણે જણાવ્યું હતું કે દેશની કુલ રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં ૧૫ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. રાજ્યની રિન્યુએબલ એનર્જી કેપિસિટી ૨૦ ગિગાવોટ સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત ગ્રીન હાઈડ્રોજન મિશન અન્વયે પણ ૧૦૦ ગિગાવોટ રિન્યુએબલ એનર્જી જનરેશનનો ગુજરાતે લક્ષ્યાંક રાખ્યો છે. તેમણે વિકાસની અપાર સંભાવનાઓ માટે ગુજરાત સાથે જોડાવા ઈચ્છતા રોકાણકારો માટે ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ એક સોનેરી અવસર બનશે તેવો વિશ્ર્વાસ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સસ્ટેઈનેબલ અને ઈન્ક્લુઝિવ ગ્રોથ સભર ઈકોસિસ્ટમના નિર્માણમાં રોકાણકારો, ઉદ્યોગકારોના સહયોગથી વાઈબ્રન્ટ સમિટ દ્વારા સફળતા મેળવવાની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી.

આર્સેલર મિત્તલના સી.ઈ.ઓ. શ્રી દિલીપ ઓમેન, મારુતિ સુઝુકીના એમ.ડી. અને સી.ઈ.ઓ. હિતાષી તાકાયુષી તથા યુ.કે. ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ગ્રુપ સી.ઈ.ઓ. શ્રી રિચાર્ડ મેકકલમે વાઈબ્રન્ટ સમિટ સંદર્ભમાં પોતાના અનુભવો શેર કર્યા હતા. એસોચેમના પ્રેસિડન્ટ અને વેલસ્પન ગ્રુપના ચેરમેન શ્રી બી.કે. ગોયેન્કાએ સ્વાગત પ્રવચનમાં ગુજરાતની વ્યાપાર-કુશળતા અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી પોલિસીયુક્ત વાતાવરણની પ્રશંસા કરતા કહ્યું કે ગુજરાત એટલે ધંધો અને ધંધો એટલે ગુજરાત એ વાત સાકાર થઈ રહી છે. આ કર્ટેન રેઈઝર મિટમાં વિવિધ ક્ષેત્રના ૧૫૦૦ ઉપરાંત રોકાણકારો, ઉદ્યોગકારો સહભાગી થયા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત