સ્પોર્ટસ

‘રોહિતે ટી-20 વાળી માનસિકતા છોડવી જોઈએ’…કયા ભૂતપૂર્વ ક્રિકેટરે કેમ કહ્યું આવું કૅપ્ટન વિશે?

પુણે: રોહિત શર્માના સુકાનમાં ભારતની ટી-20 ટીમે હજી ચાર મહિના પહેલાં ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો ત્યારે રોહિતની ખૂબ વાહ-વાહ થઈ હતી. એ યાદગાર ચૅમ્પિયનપદ સાથે રોહિતે ટી-20 ઇન્ટરનૅશનલ ફૉર્મેટને ગુડબાય પણ કરી હતી, પરંતુ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરનું માનવું છે કે રોહિતે ટેસ્ટમાં ટી-20વાળી માનસિકતા છોડી દેવાની જરૂર છે.

આ પણ વાંચો : આનંદો! ભારત હજી પણ ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી શકે, જાણો કેવી રીતે…

રોહિત જે છેલ્લી ચાર ટેસ્ટ રમ્યો છે એમાં તેની ફક્ત એક હાફ સેન્ચુરી છે અને આઠમાંથી બાકીની સાત ઇનિંગ્સમાં તે ફ્લૉપ રહ્યો છે. બાંગ્લાદેશ સામેની ચાર ટેસ્ટ ઇનિંગ્સમાં તેના સ્કોર આ મુજબ હતા: 5, 6, 8 અને 23. હાલમાં ન્યૂ ઝીલૅન્ડ સામે રમાતી ટેસ્ટ-શ્રેણીની પહેલી બે ટેસ્ટના ચાર દાવમાં તેના સ્કોર આ પ્રમાણે છે: 52, 2, 8 અને 0.

એક જાણીતી ક્રિકેટ-વેબસાઇટને સંજય માંજરેકરે કહ્યું છે, ‘સરફરાઝ ખાનને બૅટિંગમાં નીચલા ક્રમે મોકલવો અને વૉશિંગ્ટન સુંદરને તેનાથી ઉપરના નંબર પર મોકલવો એવી અજમાયશ સફળ નથી થતી. રોહિત શર્માએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે ટી-20ની માનસિકતાથી તેણે બચવાની જરૂર છે. લેફ્ટ અને રાઇટ કૉમ્બિનેશને વચ્ચે સમતુલા રાખવાની જરૂર નથી. તેણે બસ, પોતાના ખેલાડીઓની ક્ષમતા સાથે આગળ વધવું જોઈએ.’

શનિવારે પુણેમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દાવમાં વૉશિંગ્ટનને છઠ્ઠા નંબરે અને સરફરાઝને સાતમા નંબરે મોકલવામાં આવ્યો હતો. વૉશિંગ્ટન 21 રન બનાવીને અને સરફરાઝ નવ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

ન્યૂ ઝીલૅન્ડ બેન્ગલૂરુની પ્રથમ ટેસ્ટ આઠ વિકેટે જીત્યું અને બીજી ટેસ્ટમાં શનિવારે ત્રીજા દિવસે કિવીઓએ ભારતને 113 રનથી હરાવીને શ્રેણીની ટ્રોફી પર કબજો કરી લીધો. છેલ્લી લાગલગાટ 18 હોમ ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો, પરંતુ શનિવારે એ ઐતિહાસિક સિલસિલો અટકી ગયો હતો અને 19મી ટેસ્ટમાં ભારતે પરાજય જોયો છે.

આ પણ વાંચો : Viral Video: એવું તે શું થયું કે Rohit Sharma એ રસ્તા પર ભાગવું પડ્યું?

હવે ભારત-ન્યૂ ઝીલૅન્ડની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ શુક્રવાર, પહેલી નવેમ્બરથી વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker