નેશનલ

Gold Smuggling:સોનાની દાણચોરીની નવી તરકીબ, જયપુર એરપોર્ટ પરથી ઝડપાયું 90 લાખનું સોનું

જયપુર : રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર સોનાની દાણચોરીનો(Gold Smuggling)એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અબુધાબીથી એક કિલોથી વધુ સોનું પોતાના પ્રાઈવેટ પાર્ટમાં છુપાવીને જયપુર લાવનાર મુસાફરને કસ્ટમ વિભાગે પકડી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર, જયપુર એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીના કેસમાં અબુ ધાબીથી જયપુર આવેલા એક ભારતીય મુસાફરની ધરપકડ કરી છે. પેસેન્જરે પોતાના પ્રાઈવેટ પાર્ટમાં એક કિલોગ્રામથી વધુ સોનું છુપાવ્યું હતું. પકડાયેલા આરોપીની ઓળખ મહેન્દ્ર ખાન તરીકે થઈ છે. જે બ્યાવરનો રહેવાસી છે.

સુરક્ષા ચેક પોસ્ટ પર અટકાવવામાં આવ્યો હતો

આ અંગે માહિતી આપતા કસ્ટમ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે જપ્ત કરાયેલા સોનાની અંદાજિત કિંમત 90 લાખ રૂપિયાથી વધુ છે. અધિકારીએ જણાવ્યું કે બ્યાવરનો રહેવાસી મુસાફર મહેન્દ્ર ખાન બુધવારે જયપુર એરપોર્ટ પર પહોંચ્યો હતો અને ગુપ્ત માહિતીના આધારે તેને સુરક્ષા ચેક પોસ્ટ પર અટકાવવામાં આવ્યો હતો.

એક્સ-રે તપાસ કરાવવા માટે કોર્ટમાંથી પરવાનગી  લેવાઈ

તેમના જણાવ્યા મુજબ, શંકાના કિસ્સામાં, તેની એક્સ-રે તપાસ કરાવવા માટે કોર્ટમાંથી પરવાનગી લેવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે આરોપીને જયપુરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં એક્સ-રે તપાસ બાદ તેના ગુદામાર્ગમાંથી ત્રણ સોનાની કેપ્સ્યુલ મળી આવી હતી. તેમણે કહ્યું કે, શુદ્ધ સોનાનું વજન 1121 ગ્રામ છે. જેની અંદાજિત કિંમત 90.12 લાખ રૂપિયા છે. કોર્ટે આરોપીને 14 દિવસ માટે જેલમાં મોકલી આપ્યો છે.

Also Read – Gold Price Today : સોનાના રોકાણકારો થયા માલામાલ, એક જ વર્ષમાં આપ્યું આટલું વળતર

એર ઈન્ડિયાની એર હોસ્ટેસની પણ ધરપકડ કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આવા જ એક કેસમાં એર ઈન્ડિયાની એર હોસ્ટેસ સુરભી ખાતૂનની કેરળના કન્નુર એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી લગભગ એક કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું. કોલકાતાની રહેવાસી 26 વર્ષની એર હોસ્ટેસ સુરભી ખાતૂન આ સોનું પોતાના પ્રાઈવેટ પાર્ટ (રેક્ટમ)માં છુપાવીને મસ્કતથી ભારત લાવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તે અગાઉ પણ ઘણી વખત આ રીતે સોનાની દાણચોરી કરી ચૂકી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button