નેશનલ

એલર્ટઃ બાંદ્રા, ઉધના પછી પાટનગર દિલ્હીમાં રેલવે પ્રશાસન બન્યું સતર્ક, વિશેષ વ્યવસ્થા કરી

ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ અને મધ્ય રેલવેએ ગોરખપુર માટે વિશેષ ટ્રેનની કરી જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
નવી દિલ્હીઃ
મુંબઈના બાંદ્રા ટર્મિનસ ખાતે ટ્રેન પકડવાના ચક્કરમાં દોડધામ થયા પછી પ્રવાસીઓની ધક્કામુક્કીને કારણે નાસભાગ થઈ હતી, જ્યારે ગુજરાતના ઉધનામાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યા પાટનગર દિલ્હીના રેલવે સ્ટેશનમાં પર પણ પ્રશાસન સતર્ક બની ગયું છે.

દિવાળી અને છઠ પૂજાને લઈ દિલ્હીના રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડને નિયંત્રણમાં લેવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્ટેશનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મુંબઈમાં પશ્ચિમ અને મધ્ય રેલવેના સ્ટેશન પર બહારગામ (ઉત્તર પ્રદેશ)ની ગોરખપુર માટે વિશેષ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે.

પાટનગર દિલ્હીમાં પણ પ્રવાસીઓમાં નાસભાગ થાય નહીં તેના માટે ભીડને નિયંત્રણમાં લેવા માટે અલગ અલગ ગેટથી એન્ટ્રી આપવાનું નક્કી કર્યું છે. પ્રવાસીઓને ચાર અલગ અલગ ગેટથી એન્ટ્રી કરવામાં આવી રહી છે, તેનાથી એક જ જગ્યાએ પ્રવાસીઓ એકઠા થશે નહીં.

આપણ વાંચો: Diwali પૂર્વે સુરતના ઉઘના રેલવે સ્ટેશન પર વતન જવા મુસાફરોની ભારે ભીડ  

પાટનગર દિલ્હીના પહાડગંજ અને અજમેરી ગેટ બંને બાજુ કોચના હિસાબથી એન્ટ્રી આપવામાં આવી છે, જે પ્રવાસીઓની એસી અને સ્લીપરની ટિકિટ હશે તેમના માટે ગેટ નંબર 16થી એન્ટ્રી કરવાની રહેશે. સ્ટેશનના પરિસરમાં અવરજવર કરનારા લોકોની ભીડ ભેગી થાય નહીં તેના માટે જનરલ કોચમાં ટ્રાવેલ કરનારા લોકો માટે અલગથી એન્ટ્રી ગેટ આપવામાં આવ્યો છે.

ટ્રેન રવાના થયાના બે કલાક પહેલા સ્ટેશનના પરિસરમાં પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવશે નહીં. સ્ટેશનની બહાર જ પ્રવાસીઓને બહાર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે સ્ટેશનની બહારના મંડપ અને શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે પ્રવાસીઓની સુરક્ષા માટે વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

સિવિલ ડિફેન્સ વર્કર્સને ક્રાઉડ મેનેજમેન્ટ માટે સ્ટેશન પર તહેનાત કરવામાં આવ્યા છે, જ્યારે ભીડ પર નજર રાખવા માટે સીસીટીવી પરથી નજર રાખવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પશ્ચિમ રેલવેમાં ઉધના-ગોરખપુર માટે રાતના 11.30 વાગ્યે વિશેષ ટ્રેન (09029)ને રવાના કરવામાં આવશે, જ્યારે ગોરખપુરથી ઉધના માટે મંગળવારે વિશેષ ટ્રેન (નંબર 09030) સવારના સાત વાગ્યે ઉધના માટે રવાના કરવામાં આવશે. દરમિયાન મધ્ય રેલવેએ પણ આજે સીએસએમટી-ગોરખપુર માટે અનરિઝર્વ્ડ ટ્રેનની જાહેરાત કરી છે.

સીએસએમટીથી આવતીકાલે બપોરના 2.30 વાગ્યે ગોરખપુર માટે ટ્રેન રવાના થશે, જ્યારે રિટર્નમાં ગોરખપુરથી 30મી ઓક્ટોબરના રાતના 12.45 વાગ્યે સીએસએમટી માટે રવાના કરવામાં આવશે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker