ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં હિન્દુઓનો બહિષ્કાર! નોકરી છોડવા મળી રહી છે ધમકીઓ

ઢાકા: બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન બાદ દેશભરમાં ફાટી નીકળેલી હિંસા દરમિયાન હિંદુ સમુદાયના લોકો પર હુમલાની ઘટનાઓ (Violence against Hindus in Bangladesh)બની હતી. શેખ હસીનાના રાજીનામા અને વચગાળાની સરકાર રચાયા બાદ સીધા હુમલા ભલે ઓછા થયા હોય, પરંતુ બાંગ્લાદેશમાં હિંદુઓની મુશ્કેલીઓમાં ઘટાડો થયો નથી. બગડતા રાજકીય વાતાવરણમાં હિંદુઓ ભેદભાવ અને ધમકીઓનો સામનો કરી રહ્યા છે.

અહેવાલ મુજબ, બાંગ્લાદેશમાં હિંદુઓ માત્ર ભેદભાવનો જ નહીં પરંતુ શારીરિક હિંસાથી માંડીને સામાજિક બહિષ્કાર સુધીની ધમકીઓનો પણ સામનો કરી રહ્યા છે. આ સાથે તેમને બદનામ કરવા માટે વિવિધ પ્રકારના અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે.

શેખ હસીનાની હકાલપટ્ટી બાદ 5 ઓગસ્ટના રોજ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળ વચગાળાની સરકારે સત્તા સંભાળી. આ પછી પણ દેશમાં કટ્ટરવાદી જૂથો દ્વારા ધાર્મિક લઘુમતીઓ સામે હિંસા અને ભેદભાવની ઘટનાઓ બની છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચિત્તાગોંગ યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર રોન્ટુ દાસને કથિત રીતે રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. આ સિવાય તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.

બાંગ્લાદેશમાં આ ભેદભાવ શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત પોલીસ તંત્રમાં સામેલ હિન્દુઓમાં પણ થઇ રહ્યું છે. તાજેતરમાં, શારદા પોલીસ એકેડમીમાં તેમની તાલીમ પૂર્ણ કરનાર 252 પોલીસ સબ-ઇન્સ્પેક્ટરોને અનુશાસનહીનતા અને અનિયમિતતાના આરોપસર બરતરફ કરવામાં આવ્યા છે. 252 સબ-ઇન્સ્પેક્ટરમાંથી 91 હિંદુ કર્મચારીઓ હતા. આ તમામની નિમણૂક પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી.

હિન્દુ સમુદાયના લોકો દાવો કરી રહ્યો છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ દુશ્મનાવટનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. જેના કારણે હિંદુઓ તેમની નોકરી અને અન્ય તકો ગુમાવી રહ્યા છે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker