અજિત પવારે બહાર પાડી ત્રીજી યાદી, એક બેઠકમાં થયું સમાધાન
મુંબઈઃ ઉમેદવારી પત્ર ભરવાને માત્ર ત્રણ દિવસ બાકી છે, પરંતુ રાજકીય પક્ષો પોતાના તમામ બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા નથી ત્યારે અજિત પવારની એનસીપીએ પોતાની ત્રીજી યાદી જાહેર કરી છે. ચાર ઉમેદવારની યાદીમાં ફલટણની બેઠકનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર એનસીપી અને ભાજપ બન્નેએ દાવો કર્યો હતો, પરંતુ હવે સમાધાન થતા એનસીપીના ફાળે આ બેઠક ગઈ છે.
આ પણ વાંચો: મહાયુતી અને મહા વિકાસ આઘાડીમાં હજુ ગૂંચવાડો યથાવત, આટલી બેઠકો થઈ જાહેર
ભારતીય જનતા પાર્ટીના દિગંબર અગવણેએ ફલટણ મતવિસ્તારમાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર તેનું નામ ચર્ચામાં હતું. પરંતુ હવે NCPએ આ જગ્યાએ પોતાનો ઉમેદવાર આપ્યો છે. એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ ચાર ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.
સુનીલ તટકરેએ કહ્યું કે, અરજી ફોર્મ ભરવામાં હજુ ત્રણ દિવસ બાકી છે. મહાયુતીની દસ બેઠકોનો નિર્ણય હવે બાકી છે. તે બપોર સુધીમાં આવી જશે. આજે અમે ચાર ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી રહ્યા છીએ. ગેવરાઈ વિજયસિંહ પંડિત, ફલટણ મતવિસ્તારમાંથી સચિન પાટીલ, નિફાડમાંથી દિલીપકાકા બાંકર અને પારનેર મતવિસ્તારમાંથી કાશીનાથ દાતેને ઉમેદવારી આપવામાં આવી છે.
ફલટણની બેઠક હાલમાં કૉંગ્રેસ પાસે છે.