અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabadના નારોલમાં ફેક્ટરીમાં ગેસ ગળતર થતાં બે કર્મચારીના મોત, ચારની તબિયત ગંભીર

અમદાવાદ: Ahmedabad શહેરમાં નારોલ વિસ્તારમાં ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના બની છે. આ દુર્ઘટનામાં બે કર્મચારીઓના મોત થયા છે. જ્યારે સાત લોકોને LG હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ચાર લોકોની હાલત ગંભીર છે. કંપનીમાં કેમિકલ લીક થવાના કારણે ફેક્ટરીમાં નવ વ્યક્તિઓને ગેસની અસર થતાં એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ ઘટનાની જાણ થતા અસલાલી ફાયરબ્રિગેડની ટીમ ઇમરજન્સી વાન સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને ગેસ ગળતર બંધ કરાવ્યું હતું. ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટનાને પગલે ફાયર બ્રિગેડ, GPCB, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પોલીસ સહિતનો દાખલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

કર્મચારીઓને ગેસની અસર થઈ હતી

નારોલ વિસ્તારમાં મટન ગલી પાસે આવેલી દેવી સિન્થેટિક કંપનીમાં આજે સવારે ગેસ ગળતર થયું હતું. સલ્ફ્યુરિક એસિડ નામનું કેમિકલ ઉપયોગમાં લેવાતું હતું. આજે સવારે 11 વાગ્યાની આસપાસ કંપનીમાં સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતું હતું ત્યારે બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે રીએકશન થતાં ફયુમના કારણે જ ફેકટરીમાં જે કર્મચારીઓ કામ કરતા હતા તેમને ગેસની અસર થઈ હતી.

Also Read – Diwali પૂર્વે સુરતના ઉઘના રેલવે સ્ટેશન પર વતન જવા મુસાફરોની ભારે ભીડ  

ચાર લોકોની હાલત ખૂબ ગંભીર

જેના કારણે નવ લોકો બેભાન થઈ ગયા હતા. હાજર સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે 108 બોલાવી તમામને સારવાર માટે મણિનગરની LG હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં બે વ્યક્તિઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ચાર લોકોની હાલત ખૂબ ગંભીર છે. આ સમગ્ર ઘટના મામલે હવે પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker