Diwali Partyમાં આ કોની સાથે પહોંચી Natasa Stankovik? જોશો તો આંખો પહોળી થઈ જશે…
![With whom did Natasa Stankovik meet at the Diwali Party? Eyes will widen if you see...](/wp-content/uploads/2024/10/With-whom-did-Natasa-Stankovik-meet-at-the-Diwali-Party.webp)
હાલમાં જ્યાં જુઓ ત્યાં દિવાળી પાર્ટી અને સેલિબ્રેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જ અઠવાડિયે જાણીતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ દિવાળી પાર્ટી થ્રો કરી હતી, જેમાં બી ટાઉનમાં સેલેબ્સે ચાર ચાંદ લગાવ્યા હતા. હવે ઈન્ડસ્ટ્રીના બીજા જાણીતા ફેશન ડિઝાઈનરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલીવુડ સેલેબ્સથી લઈને અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચંટ, દીકરી ઈશા અંબાણીએ પણ હાજરી આપી હતી. હર હમેશાની જેમ જ રાધિકાએ પોતાની ફેશન સેન્સથી બાજી મારી લીધી હતી તો નણંદ ઈશા અંબાણી અને ઈન્ડિયન ક્રિકેટર હાર્દિક પંડ્યાની એક્સ વાઈફ નતાસા સ્ટેનકોવિકે પણ લાઈમ લાઈટ ચોરવામાં કોઈ કસર બાકી નથી રાખી નહોતી. ગેસ કરો કે હાર્દિક સાથે ડિવોર્સ લીધા બાદ આ પાર્ટીમાં નતાસા સ્ટેનકોવિકે કોની સાથે એન્ટ્રી લીધી હશે? ચાલો તમને જણાવીએ…
![](/wp-content/uploads/2024/10/યોગેશ-દવે-પરિવાર-2024-10-27T143134.772.webp)
હાલમાં જ અબુજાની સંદીપ ખોસલાએ દિવાળી પાર્ટી થ્રો કરી હતી. આ પાર્ટીમાં નતાશા સ્ટેનકોવિકે તેના મિત્ર અને રુમર્ડ બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક સાથે અબુજાની સંદીપ ખોસલાની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. એલેક્ઝાન્ડર નતાશાનો હાથ પકડીને કારમાંથી બહાર નીકળવામાં મદદ કરતો જોવા મળ્યો હતો. આ સમયે પાર્ટી માટે લાલ કલરની જ્યોર્જેટની સાડી સાથે સ્લિવ્ઝ પહેર્યું હતું. કાનમાં ઈયર રિંગ્સ અને મિનિમલ મેકઅપ તેમ જ ખુલ્લા વાળમાં નતાસા ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે રૂમર્ડ બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ સફેદ કુર્તા-પાયજામા સાથે પીળો કોટ પહેરેલો જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક વખત નતાસા સ્ટેનકોવિક અને એલેકઝાંડર સાથે જોવા મળી ચૂકી છે.
ઈશા અંબાણી પાર્ટી માટે અમિત અગ્રવાલના કસ્ટમ મેઈડ બનારસી સાડી ગાઉનમાં જોવા મળી હતી. બ્લેક અને ગોલ્ડન આઉટફિટને ખૂબ જ સુંદર રીતે ડિઝાઈન કરવામાં આવ્યો હતો. બ્લાઉઝની ડિઝાઇન પણ ખૂબ સુંદર હતી. સાડીને પલ્લુને આપવામાં આવેલો ટ્રેલ લુક પણ આઉટફિટને ચાર ચાંદ લગાવ્યા હતા. વાત કરીએ તો રાધિકા મર્ચન્ટની તો રાધિકાએ આ પાર્ટીમાં મનીષ મલ્હોત્રાના પોતાના કલેક્શનમાંથી પેસ્ટલ રંગની સાડી પહેરી હતી. જેના પર રેશમી દોરા વડે હેન્ડ એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. જ્યારે તેમાં ફ્લોરલ પેટર્ન અદ્ભુત દેખાતી હતી, તેના ગોલ્ડન સિક્વિન બ્લાઉઝ દેખાવના ગ્લેમ ભાગને વધાર્યા હતા. આ સાડી સાથે તેણે ડાયમંડ જ્વેલરી સાથે જોડીને પરફેક્ટ દેખાતી હતી.