નેશનલસ્પેશિયલ ફિચર્સ

રામભદ્રાચાર્યએ ઠપકો આપ્યા બાદ ‘બાળ સંત’ અભિનવ અરોરાને મળી ધમકીઓ

નવી દિલ્હી: થોડા દિવસો પહેલા જગદગુરુ રામભદ્રાચાર્ય (Rambhadracharya)એ સોશિયલ મીડિયાના બાળ સંત તરીકે ફેમસ અભિનવ અરોરા (Abhinav Arora)ને તેમના મંચ પરથી નીચે ઉતરવાનું કહ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે ફરી એકવાર જગદગુરુ રામભદ્રાચાર્યએ અભિનવ અરોરાને અંગે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે તે મૂર્ખ બાળક છે.

ઉપદેશ આપતા બાળકો અંગે પૂછવામાં આવતા રામભદ્રાચાર્યએ કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે આવું ન થવું જોઈએ. જ્યારે તેને અભિનવ અરોરા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે મૂર્ખ છે. તે કહે છે કે કૃષ્ણ તેની સાથે ભણતા હતા. તેને નમ્રતાથી કેવી રીતે વાત કરવી તે પણ આવડતું નથી. શું ભગવાન તેની સાથે ભણશે? વૃંદાવનમાં પણ મેં તેને ઘણો ઠપકો આપ્યો હતો.

રામભદ્રાચાર્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં તેઓ અભિનવ અરોરાને સ્ટેજ પરથી નીચે ઉતારવા કહે છે. અભિનવ અરોરા રામભદ્રાચાર્યના આશીર્વાદ લેવા માટે મંચ પર આવ્યો હતો અને તેણે ભગવાન રામના નારા પણ લગાવ્યા હતા. આ પછી જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું, તેને સ્ટેજ પરથી નીચે ઉતારો, આ મારી ગરિમા છે.

જગદગુરુ રામભદ્રાચાર્યની ટિપ્પણીઓ બાદ સોશિયલ મીડિયા પર અભિનવ અરોરા વિશે વિવિધ વાતો લખવામાં આવી રહી છે. આ ફરિયાદમાં અભિનવ અરોરાની માતાએ કહ્યું છે કે તે વીડિયો વાયરલ થયા બાદ હવે તેને ધમકીઓ મળી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button