Manipur Violence: મણિપુરમાં બે સ્થળોએ ગોળીબાર, કુકી ઉગ્રવાદીઓએ કર્યો ડ્રોન વડે હુમલો કર્યો
ઇમ્ફાલ: નોર્થ ઇસ્ટ ભારતનું રાજ્ય મણીપુર છેલ્લા દોઢ વર્ષથી હિંસાની આગમાં સળગી (Manipur violence) રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના શાંતિ સ્થપાઈ હોવાના દાવા છતાં અવારનવાર હિંસાની ઘટનાઓ બનતી રહે છે. શનિવારે રાત્રે મણિપુરમાં બે અલગ-અલગ સ્થળોએ બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારની ઘટના બની હતી, આજે રવિ વારે અધિકારીઓએ આ ઘટનાઓની પુષ્ટિ કરી હતી.
| Also Read: પાણીના બૉક્સ બન્યા કોહલીના ક્રોધનો શિકાર! જુઓ, કેવી રીતે…
અહેવાલ મુજબ, ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌત્રુક અને બિષ્ણુપુર જિલ્લાના ત્રોંગલાઓબીમાં આ ઘટનાઓ બની હતી. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ કે કુકી ઉગ્રવાદીઓએ અત્યાધુનિક હથિયારો અને બોમ્બનો ઉપયોગ કરીને કૌત્રુક ચિંગ લેઇકાઇ ગામમાં સાંજે 7 વાગ્યાની આસપાસ હુમલો કર્યો હતો. આ વિસ્તારમાં તૈનાત સેનાએ જવાબી કાર્યવાહી કરી, જેના પરિણામે બંને પક્ષે ભારે ગોળીબાર થયો હતો. ચાર કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો.
ગામના રહેવાસી એ જણાવ્યું હતું કે ગોળીબારની દરમિયાન, કુકી ઉગ્રવાદીઓ દ્વારા એક ડ્રોન બેથેલ ગામમાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ગામલોકોને હવાઈ હુમલાનો ડર છે, કારણ કે સપ્ટેમ્બરમાં ગામમાં ડ્રોન વડે બોમ્બ ફેંકવામાં આવ્યા હતાં.પોલીસે જણાવ્યું કે સીઆરપીએફના જવાનો આ વિસ્તારમાં ફરતા અનધિકૃત ડ્રોનને તોડી પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
બિષ્ણુપુર જિલ્લા પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ પોલીસ સ્ટેશનથી લગભગ 6 કિમી દક્ષિણે સ્થિત ત્રોંગલાઓબી ગામ પર હુમલો કર્યો.
| Also Read: iPhone Smuggling: 1285 કરોડના આઇફોન દાણચોરી રેકેટનો પર્દાફાશ, 2. 18 કરોડની રોકડ જપ્ત
પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓએ ગેલજાંગ અને મોલશાંગ વિસ્તારોમાંથી લગભગ 9:15 PM પર ગોળીબાર કર્યો હતો. સેનાએ ગામના સ્વયંસેવકો સાથે મળીને વળતી કાર્યવાહી કરી હતી.અગાઉ, 6 સપ્ટેમ્બરના રોજ ત્રંગલાઓબી ગામમાં કુકી આતંકવાદીઓ દ્વારા રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. બંને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી