આમચી મુંબઈ

મુંબઇમાં ગુલાબી ઠંડી, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા

મુંબઇ શહેરના હવામાનની વાત કરીએ તો સવારે અને મોડી સાંજે હળવી ઠંડક લાગે છે, પણ દિવસભર ભારે ગરમીથી લોકો ત્રાસી જાય છે. હવે હવામાન વિભાગે મુંબઇ સહિત મહારાષ્ટ્ર માટે આગામી દિવસોના હવામાનની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે ચક્રવાત દાનાની અસર મુંબઈ અને મહારાષ્ટ્ર પર એટલી જોવા મળી નથી, પણ આગામી ત્રણથી ચાર દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. દરમિયાન કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

| Also Read: Breaking News : Mumbai ના બાંદ્રા રેલવે સ્ટેશન પર નાસભાગ મચી, નવ મુસાફરો ઘાયલ

ઓક્ટોબર મહિનામાં પ્રથમ વખત એવું જોવામાં આવ્યું હતું કે લઘુત્તમ તાપમાનમાં અગાઉના બે દિવસની સરખામણીએ શનિવારે 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. શનિવારે હવામાન વિભાગના સાંતાક્રુઝ કેન્દ્રમાં લઘુત્તમ તાપમાન 21.4 ડિગ્રી સેલ્સિયસ હતું અને મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કોલાબા કેન્દ્રમાં લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે, મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોવાથી દિવસ દરમિયાન ગરમી રહે છે. લોકોને ઠંડીના આગમનનો અહેસાસ થઇ રહ્યો છે. એમ લાગે છે કે ત્રાહિમામ ગરમીની વચ્ચે દબાતે પગલે ગુલાબી ઠંડીએ પ્રવેશ કરી દીધો છે.

| Also Read: મહાયુતી અને મહા વિકાસ આઘાડીમાં હજુ ગૂંચવાડો યથાવત, આટલી બેઠકો થઈ જાહેર

ઑક્ટોબર હિટ બાદ મુંબઇગરાઓને હવે ખુશનુમા ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ઉત્તર દિશાના પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. બે દિવસ બાદ ફરી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રવિવાર અને સોમવારે પણ મુંબઈનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. દિવાળીની સાંજે કમોસમી વરસાદ તમારી મજા બગાડી શકે છે. વાતાવરણમાં આવેલા ફેરફાર અને દીવાળીના ફટાકડાના પ્રદૂષણને કારણે લોકોએ તબિયતની કાળજી લેવી જરૂરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button