આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મહાયુતી અને મહા વિકાસ આઘાડીમાં હજુ ગૂંચવાડો યથાવત, આટલી બેઠકો થઈ જાહેર

મુંબઈ : ચૂંટણી પંચે એક અઠવાડિયા પહેલા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી હોવા છતાં મહા વિકાસ આઘાડી અને મહાયુતીમાં બેઠકોની વહેંચણી પાર પડી નથી. ટિકિટ ઈચ્છુ કો રાહ જોઈને બેઠા છે કે જો અમારો નંબર લાગે અમને ટિકિટ મળે તો અમે પ્રચારનું કામ શરૂ કરીએ. મહાયુતીમાં ભાજપ અને શિવસેના અને એનસીપીના એક એક જૂથ છે જ્યારે મહા વિકાસ આઘાડીમાં પણ રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ સાથે શિવસેના અને એનસીપીના એક એક જૂથ છે.

આ બંને મહાગઠબંધને લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તરત જ વિધાનસભાની તૈયારી શરૂ કરી દીધી હોવાના બણગા ફૂંક્યા હતા. એક પછી એક બેઠકો કરી હતી. મહાયુતીના નેતાઓ વારંવાર દિલ્હી દોડ્યા હતા. તો ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ ઘણીવાર મહારાષ્ટ્ર પણ આવ્યા હતા. કેટલીય બેઠકો કરવા છતાં હજુ પણ 228 બેઠકોના ઉમેદવારો ના નામ મહાયુતી જાહેર કરી શકી નથી તો બીજી બાજુ મહા વિકાસ આઘાડી પણ અમુક બેઠકોમાં ખેંચતાણમાં ફસાયેલી છે.

એક બેઠક પર બે પક્ષ એવા તો ચોંટીને બેઠા છે કે તેને ઉખાડવા અઘરા પડી ગયા છે. ખાસ કરીને કોંગ્રેસ અને શિવસેના યુબીટી વચ્ચે અમુક બેઠકો મામલે સમન્વય ન સધાયો હોવાના અહેવાલો છે .કોંગ્રેસનું કેન્દ્રીય નેતા મંડળ એનસીપીના વરિષ્ઠ નેતા અને સ્થાપક શરદ પવાર અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે વચ્ચે વારંવાર બેઠકો થઈ છે, સમન્વય સાધવાનો પ્રયત્ન થયો છે પણ હજુ સુધી ચિત્ર સ્પષ્ટ થતું નથી. અત્યાર સુધી જાહેર થયેલી બેઠકોની વાત કરીએ તો મહા વિકાસ આઘાડી મહાયુતિ કરતા થોડી આગળ છે. મહા વિકાસ આઘાડીએ અત્યાર સુધીમાં 221 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે જ્યારે મહાયુતીના 211 ઉમેદવારો જાહેર થયા છે.

પક્ષ પ્રમાણે જોઈએ તો મહાયુતીમાં ભાજપના 121 ઉમેદવાર, શિંદે સેનાના 45 અને અજીત પવારની એનસીપીના પણ 45 ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે . જ્યારે મહા વિકાસ આઘાડીમાં કોંગ્રેસે 71, શિવસેના એ 83 અને શરદ પવારની એનસીપીએ 67 નામ જાહેર કર્યા છે. કોંગ્રેસની એક યાદી આજે બહાર પડી છે, પરંતુ હજી 288 બેઠકો પર બંનેમાંથી એક પણ ગઠબંધન ઉમેદવારો જાહેર કરી શક્યું નથી . આ સાથે અમુક બેઠકો એવી પણ છે જ્યાં ઉમેદવારી મળી હોય તે નેતા નારાજ છે અથવા તો બીજા અમુક બળવો કરવાની તૈયારીમાં છે.

Also Read – શરદ પવારની પાર્ટીએ બીજા લિસ્ટમાં 22 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી આપી ટિકિટ…

બેઠકોની વહેંચણી થઈ ન હોવાથી ઘણા ઈચ્છુકો નારાજ છે અને આની અસર પ્રચાર પર પડી શકે છે.
જોકે હાલમાં તો પોતાનો પક્ષ પોતાની બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરે તેટલું જ નેતાઓ ઇચ્છી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુંબઈની અમુક બેઠકો પર મહાયુતી હજી સમન્વય સાધી શકી નથી. આથી આજે કે કાલે બંને મોટા ગઠબંધનો પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દે અને 288 બેઠક પર કોણ લડવાનું છે અને દરેક પક્ષના ભાગમાં કેટલી બેઠકો આવી છે તેનું ચિત્ર સ્પષ્ટ કરે તેવી અપેક્ષા છે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker