ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

China ને લઇને વિદેશમંત્રી એસ. જયશંકરનું મોટું નિવેદન, કહી આ વાત

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે હાલમાં જ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગને લઈને સમજૂતી થઈ છે. ત્યારે હવે વિદેશ મંત્રી એસ જયશંકરે ચીન સાથે ભારતના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ સમજૂતીનો અર્થ એ નથી કે બંને દેશો વચ્ચેના મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે. તેમણે કહ્યું કે સૈનિકો પાછા ખેંચવાથી આગળના પગલા પર વિચાર કરવાની તક મળી છે.પરંતુ મુદ્દાઓ સંપૂર્ણપણે ઉકેલાયા નથી. તેમણે આ કરાર માટે સૈન્યને શ્રેય આપ્યો હતો.

અમે તે તબક્કે પહોંચવામાં સફળ રહ્યા છીએ

વિદેશ મંત્રી એસ. જયશંકરે પુણેમાં એક કાર્યક્રમમાં કહ્યું, 21 ઓક્ટોબરે થયેલા કરાર હેઠળ, ડેપસાંગ અને ડેમચોકમાં પેટ્રોલિંગ કરવામાં આવશે. આ સાથે હવે આપણે આગળનું પગલું વિચારી શકીશું. એવું નથી કે બધું ઉકેલાઈ ગયું છે, પરંતુ સૈનિકો પાછા ખેંચવાનો પ્રથમ તબક્કો છે અને અમે તે તબક્કે પહોંચવામાં સફળ રહ્યા છીએ.

સાથે કામ કરવામાં સમય લાગશે

અહીં વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે સંબંધોને સામાન્ય થવામાં હજુ સમય લાગશે. તેમણે કહ્યું કે વિશ્વાસ પુનઃનિર્માણ કરવામાં અને સાથે મળીને કામ કરવામાં સ્વાભાવિક રીતે સમય લાગશે. તેમણે કહ્યું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટ માટે રશિયાના કઝાનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે બંને દેશોના વિદેશ પ્રધાનો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો મળશે અને કેવી રીતે આગળ વધવું તે જોશે.

વાત પર અડગ રહેવાથી ફાયદો

જયશંકરે કહ્યું, જો આપણે આજે અહીં પહોંચ્યા છીએ, તો તેનું એક કારણ એ છે કે આપણે આપણી વાતને વળગી રહ્યા અને વાત રજૂ કરવાનો ખૂબ જ પ્રયાસ કર્યો છે. દેશની સુરક્ષા માટે ખૂબ જ અકલ્પનીય સંજોગોમાં આર્મી ત્યાં હાજર હતી અને સેનાએ તેનું કામ કર્યું અને રાજદ્વારી પણ તેનું કામ કર્યું.

Also Read – PM મોદીની જિનપિંગ સાથે મુલાકાતની અસર, ચીને દેપસાંગ અને ડેમચોકથી 50 ટકા સેના હટાવી

છેલ્લા એક દાયકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો

તેમણે કહ્યું કે ભારતે છેલ્લા એક દાયકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કર્યો છે. તેમણે કહ્યું કે એક સમસ્યા એ હતી કે અગાઉના વર્ષોમાં બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપેક્ષા કરવામાં આવી હતી. આજે અમે એક દાયકા પહેલા કરતા દર વર્ષે પાંચ ગણા વધુ સંસાધનોમાં ઉમેરો કરી રહ્યા છીએ. જે પરિણામો લાવે છે અને આર્મીને ખરેખર અસરકારક રીતે તૈનાત કરવામાં સક્ષમ બનાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button