વેપાર

દેશી-આયાતી તેલમાં સાંકડી વધઘટે ટકેલું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં ગઈકાલે અનુક્રમે ૧૮ સેન્ટનો અને ૧૧ સેન્ટનો ઘટાડો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં સપ્તાહના અંતે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે એકંદરે કામકાજો છૂટાછવાયા રહેતાં હાજર ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે રિલાયન્સ રિટેલના આરબીડી પામોલિનના આગામી ૩૦ ઑક્ટોબર સુધી ડિલિવરી શરતે ભાવ ૧૦ કિલોદીઠ રૂ. ૧૩૧૦ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય ગોકુલ એગ્રોના નવેમ્બર ડિલિવરી શરતે સન રિફાઈન્ડના રૂ. ૧૩૨૫ અને ડિસેમ્બર ડિલિવરી શરતે રૂ. ૧૩૪૦ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે આરબીડી પામોલિનના નવેમ્બર ડિલિવરી શરતે રૂ. ૧૩૨૫ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ રહ્યો હતો. દરમિયાન આજે સ્થાનિકમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૩૦૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૩૦૦, સન રિફાઈન્ડના રૂ. ૧૩૧૫, સિંગતેલના રૂ. ૧૫૩૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૩૧૦ અને સરસવના રૂ. ૧૪૦૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૯૦માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૫૦૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.

વધુમાં આજે મધ્ય પ્રદેશનાં મથકો પર નવા-જૂના માલોની અંદાજે ૭૫,૦૦૦ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૮૦૦થી ૪૬૦૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૬૨૫થી ૪૭૨૫માં થયા હતા. તેમ જ આજે રાજસ્થાનનાં મથકો પર અંદાજે ૧.૨૫ લાખ ગૂણી સરસવની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૬૫૦થી ૬૬૭૫માં થયા હતા, જ્યારે સરસવ એક્સ્પેલરના ૧૦ કિલોદીઠ રૂ. ૧૩૫૨થી ૧૩૫૩માં, કચ્ચી ઘાણીના રૂ. ૧૩૬૨થી ૧૩૬૩માં અને સરસવ ખોળના ક્વિન્ટલે રૂ. ૨૪૮૦થી ૨૪૮૫માં થયાના અહેવાલ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button