ઉત્સવરાશિફળસ્પેશિયલ ફિચર્સ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૭-૧૦-૨૦૨૪ થી તા. ૨-૧૧-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં તુલા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મધ્યમ ગતિએ કર્ક રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ પ્રારંભે તુલા રાશિમાં રહે છે. તા. ૨૯મીએ વૃશ્ર્ચિક રાશિમાં પ્રવેશે છે. ગુરુ વૃષભ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. શુક્ર વૃશ્ર્ચિક રાશિમાં સમગતિએ સમગ્ર સપ્તાહમાં રહે છે. કુંભ રાશિમાં શનિ સમગ્ર સપ્તાહમાં વક્રી ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે સિંહ રાશિમાં રહે છે. તા. ૨૮મીએ ક્ધયામાં, તા. ૩૧મીએ તુલામાં, તા. ૨જીએ વૃશ્ર્ચિક રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવીન કાર્યપદ્ધતિ, નવીન વેપારનું જ્ઞાન મેળવશો. નોકરી માટે તા. ૨૯, ૩૦, ૧ શુભ જણાય છે. નોકરીમાં અધિકારીનો સહયોગ મેળવશો. પ્રવાસ દ્વારા આ સપ્તાહના કામકાજ સફળતાથી પૂર્ણ કરી શકશો. પ્રવાસમાં નવા આર્થિક આયોજનો, સંવાદો સફળ થશે. વેપાર વધશે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. આરોગ્ય જળવાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં અભ્યાસમાં સફળતાનો અનુભવ થશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં સપ્તાહમાં નવા નાણાં રોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરી માટે તા. ૨૯, ૩૦, ૨ શુભ જણાય છે. સાહસિકતાથી કારોબારના નિર્ણયો લઈ શકશો. આત્મવિશ્ર્વાસ, આવડત, કાર્યદક્ષતા, કાર્યક્ષેત્રે પૂર્ણપણે ઉપયોગમાં લઈ શકશો. વેપારની આવક વધશે. ગૃહિણીઓને સંતાનના મૂંઝવતા પ્રશ્ર્નનો ઉકેલ જણાય. વિદ્યાર્થીઓના નિત્ય સાપ્તાહિક અભ્યાસ સફળતાથી સંપન્ન થતા જણાશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જરૂરી માહિતી, જ્ઞાન, આવડત ઈત્યાદિ પ્રાપ્ત કરવા માટે ગોચર ગ્રહફળ શુભ જણાય છે. તા. ૩૧, ૧, ૨ નવે. નોકરીના જવાબદારીના કામકાજમાં સફળતા જણાય છે. નવી જવાબદૃારીઓ પણ આ સપ્તાહમાં પૂર્ણ કરી શકશો. નાણાંખર્ચ અધિક છતાંય નાણાં આવક જળવાઈ રહેશે. પ્રવાસથી કામકાજ આ સપ્તાહમાં સફળતાથી પૂર્ણ થાય. મહિલાઓને સંતાનના શૈક્ષણિક જવાબદારીના કામમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ પૂર્ણ થઈ શકશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ શક્ય છે. નોકરીમાં અધિક પુરુષાર્થ છતાંય હસ્તગત કામકાજ પૂર્ણ કરી શકશો. તા. ૨૯, ૩૦, ૨ નવે.ના રોજ નોકરીમાં અપેક્ષિત તકો પ્રાપ્ત થશો. કારોબારની નાણાં આવકની વૃદ્ધિ થશે. વ્યવહારુંદક્ષતા દાખવી મહિલાઓ પરિવારના મૂંઝવતા પ્રશ્ર્નનો ઉકેલ લાવી શકશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં મિત્રો દ્વારા મૂંઝવણોમાં માર્ગદર્શન પ્રાપ્ત થશે. શૈક્ષણિક પ્રવાસો સફળ નીવડશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં રોકાણ થતાં દૈનિક સાપ્તાહિક વેપાર સફળ પુરવાર થશે. નોકરીમાં તા. ૨૮, ૧, ૨નવે.ના નિર્ણયોમાં સફળ રહેશો. નોકરીના સહકાર્યકરો ઉપયોગી થશે. સપ્તાહમાં કારોબાર, વેપારમાં પ્રગતિ જળવાશે. સરકારી, કોર્ટ-કચેરીના કામકાજ સંપન્ન થશે. વાહન-મિલકતનો નિર્ણય લઈ શકશો. વ્યક્તિગત મહત્તા માન-મરતબો જળવાઈ રહેવાથી મહિલાઓને કાર્યક્ષેત્રે, નોકરીક્ષેત્રે ઉત્સાહનો અનુભવ થશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ જળવાઈ રહેશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના જૂનાં રોકાણમાંથી નાણાં મેળવશો. વેપાર પણ સફળતાથી સંપન્ન થશે. તા. ૨૯, ૩૦, ૩૧ના નિર્ણયોમાં સફળ રહેશો. કાર્યક્ષેત્રે મિત્રો, વેપારીઓ સાથેના નાણાં વ્યવહાર પણ જળવાઈ રહેશે. વ્યાપારની પ્રવૃત્તિઓ વૈવિધ્યતા, સુધારા, પરિવર્તનો લાવવા માટેનો સફળ પ્રારંભ જણાય છે. મહિલાઓને સહોદરોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ અને ઈત્તર પ્રવૃત્તિઓ સફળ બની રહેશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા કામકાજ, નવા રોકાણ સફળ બની રહેશે. નોકરી માટે તા. ૨૮, ૩૧, ૧લી શુભ જણાય છે. નોકરીના કામકાજ અર્થે પ્રવાસ શક્ય જણાય છે. ભાગીદારના સંબંધો સફળ બની રહેશે. અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનાવી શકશો. સપ્તાહમાં મોટું પેમેન્ટ પણ પૂર્ણ કરી શકશો. મહિલાઓ કિંમતી ચીજોની ખરીદી પૂર્ણ કરવામાં સફળતા અનુભવશે. વિદ્યાર્થીઓને અધ્યયનમાં નિયમિતતા અને સફળતા જણાશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ અને બ્ર્ાોકરેજના કામકાજમાં પણ સફળતા જણાશે. નોકરીમાં તા. ૨૭, ૨૮, ૨ સફળતા દર્શાવે છે. નવી નોકરીનો પ્રારંભ આ સપ્તાહમાં જણાય છે તથા કામકાજના અપેક્ષિત સકારાત્મક નિર્ણયો લઈ શકશો. કાર્યક્ષેત્રે અથાક પરિશ્રમના શુભ પરિણામો પણ અનુભવી શકશો. કાર્યક્ષેત્રના મિત્રો, ભાગીદારનો સુખદ અનુભવ થાય. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અધ્યયની તકો, સાહિત્ય, સામગ્રી પ્રાપ્ત થતી જણાશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના લાંબા સમયના રોકાણના નિર્ણયનો અમલ કરી શકશો. તા. ૨૮, ૨૯, ૩૦ના નોકરીના કામકાજ યશસ્વી બની રહેશે. કારોબારમાં આત્મવિશ્ર્વાસ અને સાહસપૂર્વક નિર્ણયો લઈ શકશો. પરિવર્તનો લાવવા માટે સફળ રહેશો. મિલકત વાહનના નિર્ણય સફળ બનશે. મહિલાઓને આ સપ્તાહમાં પતિનો સહયોગ પ્રાપ્ત થશે. વેપારના મિત્રોથી આર્થિક સમસ્યાનો ઉકેલ મેળવશો. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં કુટુંબના સભ્યનો સહયોગ પ્રાપ્ત થશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં વાયદાના વેપાર, દૈનિક સાપ્તાહિક વેપાર માટે ગોચરગ્રહફળ શુભ જણાય છે. નોકરીમાં પ્રગતિ જળવાશે. નવા કારોબારનો પ્રારંભ કરશો. મદદનીશ નોકરનો સહયોગ મેળવશો. વેપારની પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ લક્ષ્ય દાખવી શકશો તથા હસ્તગત કાર્યો પૂર્ણ કરી શકશો. મહિલાઓને નવી નોકરીના પ્રારંભ માટેની અનુકૂળતા જણાશે. નોકરીમાં અગ્રેસર રહી પ્રગતિ જાળવી શકશો. વિદ્યાર્થીઓના અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવી શકશો. રોકાણકારોને વેપાર માટે અનુકૂળ તકો ગોચરફળ દર્શાવે છે. નોકરીમાં વ્યક્તિગત મૂંઝવણો દૂર થશે. કારોબારની નાણા આવક જળવાશે. નવા કામકાજનો પ્રારંભ શક્ય છે. અર્થવ્યવસ્થા અનુકૂળ રહેશે. મિલકતના નિર્ણયો સફળતાથી લઈ શકશો. મહિલાઓને પરિવારની જવાબદારીઓમાં યશસ્વી અનુભવ થશે. વિદ્યાર્થીઓએ વાંચન અભ્યાસમાં સજાગ રહેવું જરૂરી જણાય છે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં આર્થિક જરૂરિયાતોમાં સફળતા મેળવશો. નવીન કાર્યપદ્ધતિ પણ અપનાવી શકશો. નોકરી માટે તા. ૨૭, ૨૮, ૩૦, ૨જી સફળ બની રહેશે. ભાગીદારીના સંબંધો વધુ સક્ષમ પુરવાર થશે. કારોબારના ઉપયોગી વ્યક્તિઓ પણ સફળતા માટે નિમિત્ત બનશે. નવા કામકાજના પ્રારંભ માટે પણ સફળ તકો મેળવશો. મહિલાઓને સંતાનની જવાબદારી પૂર્ણ કરવામાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં શિક્ષકનો સહયોગ પ્રાપ્ત થશે.

Back to top button
ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker