ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૭-૧૦-૨૦૨૪ થી તા. ૨-૧૧-૨૦૨૪

રવિવાર, આશ્ર્વિન વદ-૧૧, વિ. સં. ૨૦૮૦, તા. ૨૭મી ઓક્ટોબર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર મઘા બપોરે ક. ૧૨-૨૩ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. એકાદશી વૃદ્ધિ તિથિ છે. શુભ કાર્ય વર્જ્ય છે.

સોમવાર, આશ્ર્વિન વદ-૧૧, તા. ૨૮મી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની બપોરે ક. ૧૫-૨૩ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં રાત્રે ક. ૨૨-૧૦ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. રમા એકાદશી (કેળા) ગોવત્સ દ્વાદશી, વાક્બારસ. સારસ્વતો, વિદ્વાનો, કવિ, લેખકો, કલાકારોના સન્માનનો મહિમા. ગૌ પૂજનનો મહિમા. શુભ દિવસ.

મંગળવાર, આશ્ર્વિન વદ-૧૨, તા. ૨૯મી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની સાંજે ક. ૧૮-૩૩ સુધી, પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. ધનતેરસ, ધન્વંતરિ જયંતી, યમદીપ દાન, ગુરુ દ્વાદશી. ભૌમ પ્રદોષ, બુધ વૃશ્ર્ચિકમાં ક. ૨૦-૩૯. પ્રદોષકાળ વ્યાપિની તેરસ હોવાથી આજ રોજ ધનપૂજન કરવું. ધન્વંતરી ભગવાનનું પૂજન, સુવર્ણ – રજત સિક્કા, આભૂષણ – રત્નો આદિ ધનનું પૂજન કરવું. શ્રી યંત્ર – લક્ષ્મીયંત્ર, સ્વ. હરિહર પંડિત મહેસાણાવાળા સંશોધિત રિદ્ધિ સિદ્ધિ દાયક શ્રી ગણેશયંત્ર આદિની સ્થાપના પૂજા, ઈષ્ટદેવના મંત્રાદિ અનુષ્ઠાનનું માહાત્મ્ય છે. મુહૂર્ત સમય આ પ્રમાણે છે: (૧) સવારે ક. ૦૯-૩૦ થી ક. ૧૦-૫૬ (ચલ) (૨) સવારેે ક. ૧૦-૫૬ થી બપોરે ક. ૧૨-૨૨ (લાભ) (૩) બપોરે ક. ૧૨-૨૨ થી ક. ૧૩-૪૮ (અમૃત) (૪) બપોરે ક. ૧૫-૧૪ થી સાંજે ક. ૧૬-૪૦ (શુભ) (૫) રાત્રે ક. ૧૯-૪૦ થી ક. ૨૧-૧૪ (લાભ) (૬) રાત્રે ક. ૨૨-૪૮ થી મધ્યરાત્રે ક.૦૦-૨૨ (શુભ) (૭) મધ્યરાત્રિ પછી ક. ૦૦-૨૨ થી ક.૦૧-૫૬ (તા.૩૦) (અમૃત) (૯) મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૬ થી ક. ૦૩-૨૦ (તા.૩૦) (ચલ) ધનતેરસ પર્વના સ્થિર લગ્નો: (૧) સવારે ક. ૦૮-૦૨ થી ક. ૧૦-૧૬ (વૃશ્ર્ચિક) (૨) બપોરે ક. ૧૪-૧૨ થી ક. ૧૫-૪૯ (કુંભ) (૩) સાંજે ક. ૧૯-૦૭ થી રાત્રે ક. ૨૧-૦૭ (વૃષભ) (૪) ક. ૦૧-૩૬ થી ક. ૦૩-૪૪ (તા. ૩૦) (સિંહ) (૫) પ્રદોષયુક્ત ધનતેરસના યોગમાં (મુંબઈ સૂર્યાસ્ત ક. ૧૮-૦૬) સમયે પવિત્ર ગોરજ સમયમાં.

બુધવાર, આશ્ર્વિન વદ-૧૩ તા. ૩૦મી, નક્ષત્ર હસ્ત રાત્રે ક. ૨૧-૪૨ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. શિવરાત્રિ, ઉલકા દર્શન, વિષ્ટિ ક. ૧૩-૧૫થી ૨૬-૩૪. કાળી ચૌદશ, દીપદાન, ઈષ્ટ દેવતાનું પૂજન, મંત્રજાપ, અનુષ્ઠાન, મહાકાલી માતાની, હનુમાનજીની પૂજા, પીપળાનું પૂજન. કાળી ચૌદશની પૂજા પરંપરા અનુસાર યોગ્ય મુહૂર્તમાં કરવી. પર્વ શ્રેષ્ઠ દિન.

ગુરુવાર, આશ્ર્વિન વદ-૧૪, તા. ૩૧મી, નક્ષત્ર ચિત્રા મધ્યરાત્રે ક. ૨૪-૪૪ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર ક્ધયામાં સવારે ક. ૧૧-૧૫ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. નરક ચતુર્દશી, અભ્યંગ સ્નાન, ચંદ્રોદય સવારે ક. ૦૫-૨૮. યમતર્પણ, મહુડીમાં કાળીચૌદશનો હવન. પર્વ શ્રેષ્ઠ દિન.દિવાળી મહાપર્વ, મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલી, શ્રી શારદા (ચોપડા) પૂજન, મહાવીર નિર્વાણ દિન. લક્ષ્મી વ ઈન્દ્ર પૂજા. કંપનીના, વ્યક્તિગત હિસાબનાં ચોપડા તથા ઉપયોગી વાંચનના પુસ્તકો, એકાઉન્ટિંગ માટે વપરાતા કોમ્પ્યુટર, સ્ટેશનરીનું, સુવર્ણ આદિ ધનપૂજન આજના દિવાળીના પવિત્ર પર્વમાં,પ્રદોષકાળ અને નિષીધકાળ વ્યાપિની અમાસ હોવાથી બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્તવિધિથી ચોપડાપૂજન કરવું. ચોપડા પૂજનનાં મુહૂર્તો આ પ્રમાણે છે: (૧) સવારે ક. ૦૬-૪૦ થી ક. ૦૮-૦૫ (શુભ) (૨) સવારે ક. ૧૦-૫૬ થી બપોરે ક. ૧૨-૨૨ (ચલ) (૩) બપોરે ક. ૧૨-૨૨ થી ક. ૧૩-૪૭ (લાભ) (૪) બપોરે ક. ૧૩-૪૭ થી ક. ૧૫-૧૩ (અમૃત) (૫) સાંજે ક. ૧૬-૩૮ થી ક. ૧૮-૦૪ (શુભ) (૬) સાંજે ક. ૧૮-૦૪ થી ક. ૧૯-૩૯ (અમૃત) (૭) રાત્રે ક. ૧૯-૩૯ થી ક. ૨૧-૧૪ (ચલ) (૮) ક. ૦૦-૨૨ થી ક. ૦૧-૫૭ (તા.૧) (લાભ) (૯) ક. ૦૩-૩૧ થી ક. ૦૫-૦૫ (તા.૧) (શુભ) (૯) ક. ૦૫-૦૫ થી ક. ૦૬-૪૦ (તા.૧) (અમૃત) (૧૦) પ્રદોષકાળ સાંજે ક. ૧૮-૦૫થી રાત્રે ક. ૨૦.૩૬ (૧૧) નિશિથકાળ રાત્રે ક. ૨૩-૫૭ થી મધ્યરાત્રે ક. ૨૪-૪૭ દિવાળી પર્વના સ્થિર લગ્નો, સ્થિર નવમાંશ (૧) સવારે ક. ૦૭-૫૪ થી ક.૧૦-૦૯ (વૃશ્ર્ચિક) (૨) બપોરે ક. ૧૪-૦૪ થી ક. ૧૫-૪૨ (કુંભ) (૩) સાંજે ક. ૧૮-૫૯ થી રાત્રે ક. ૨૦-૫૯ (વૃષભ) (૪)મધ્યરાત્રિ પછી ક. ૦૧-૨૮ થી ક. ૦૩-૩૬ (તા. ૧) (સિંહ) (૫) વૃષભ લગ્ન, કુંભ નવમાંશ ક.૧૯-૧૧ થી ક.૧૯-૨૩ (૬) વૃષભ લગ્ન, વૃષભ નવમાંશ ક. ૧૯-૫૦ થી ક. ૨૦-૦૩ (૭)વૃષભ લગ્ન સિંહ નવમાંશ ક. ૨૦-૩૧ થી ક. ૨૦-૪૪ (૮)સિંહ લગ્ન, વૃષભ નવમાંશ ક. ૦૧-૪૨ થી ક. ૦૧-૫૬ (તા. ૧લી) (૯)સિંહ લગ્ન,સિંહ નવમાંશ ક. ૦૨-૨૫ થી ક. ૦૨-૩૯ (તા. ૧લી) (૧૦) સિંહ લગ્ન, વૃશ્ર્ચિક નવમાંશ ક. ૦૩-૦૭ થી ક. ૦૩-૨૧ (૧૧) વૃશ્ર્ચિક લગ્ન,સિંહ નવમાંશ ક. ૦૮-૦૮ થી ક. ૦૮-૨૩ (૧૨)વૃશ્ર્ચિક લગ્ન, વૃશ્ર્ચિક નવમાંશ ક. ૦૮-૫૩થી ક.૦૯-૦૮ (૧૩)વૃશ્ર્ચિક લગ્ન, કુંભ નવમાંશ ક. ૦૯-૩૮ થી ક. ૦૯-૫૨ (૧૪) કુંભ લગ્ન, વૃશ્ર્ચિક નવમાંશ ક. ૧૪-૧૫ થી ક. ૧૪-૨૬ (૧૫) કુંભ લગ્ન, કુંભ નવમાંશ ક. ૧૪-૪૭ થી ક. ૧૪-૫૭ (૧૬) કુંભ લગ્ન, વૃષભ નવમાંશ ક.૧૫-૨૦ થી ક. ૧૫-૩૦. પર્વ શ્રેષ્ઠ દિન.

શુક્રવાર, આશ્ર્વિન વદ-૩૦, તા. ૧લી નવેમ્બર, નક્ષત્ર સ્વાતિ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૦ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. દીપાવલી પર્વ, અભ્યંગ સ્નાન, દર્શઅમાસ, લક્ષ્મી કુબેર પૂજન, અન્વાધાન, કેદાર ગૌરી વ્રત (દ.ભા.),હરિયાણા પંજાબ દિન પર્વ શ્રેષ્ઠ દિન.

શનિવાર, કાર્તિક સુદ-૧, તા. ૨જી, નક્ષત્ર વિશાખા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૫૭ સુધી (તા. ૩જી), પછી અનુરાધા. ચંદ્ર તુલામાં રાત્રે ક. ૨૩-૨૨ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર.નૂતન વર્ષાભિનંદન, વિક્રમ સંવત ૨૦૮૧ નૂતન વર્ષ ‘અનલ’ નામ સંવત્સર પ્રારંભ,મહાવીર જૈન સંવત્સર ૨૫૫૧ પ્રારંભ અભ્યંગ સ્નાન, ઈષ્ટિ,દિવાળી પડવો, કાર્તિક શુક્લાદિ, બલિપ્રતિપદા, બલિ પૂજન,ગોક્રિડા, ગોવર્ધન પૂજા, અન્નકૂટ, વિંછુડો પ્રારંભ ક. ૨૩-૨૨. કુલાચાર પ્રમાણે મિતિ નાખવી – કાંટો બાંધવો – નવા વર્ષના વેપારનો પ્રારંભ કરવો. મુર્હૂત સમય: (૧) સવારે ક. ૦૮-૦૬ થી ક. ૦૯-૩૧ (શુભ) (૨) સવારે ક. ૧૨-૨૨ થી ક. ૧૩-૪૭ (ચલ) (૩) બપોરે ક. ૧૩-૪૭ થી ક.૧૫-૧૩ (લાભ) (૪) બપોરે ક. ૧૫-૧૩ થી ક. ૧૬-૩૮ (અમૃત), (૫) સાંજે ક. ૧૮-૦૪થી ૧૯-૩૯ (લાભ) પર્વ શ્રેષ્ઠ દિન.

Back to top button
ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker