શરદ પવારની પાર્ટીએ બીજા લિસ્ટમાં 22 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી આપી ટિકિટ…
Maharashtra Elections 2024: શરદ પવારની આગેવાની હેઠળની NCP(SP)એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. પાર્ટીએ તેની યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ રાજ્યની એરંડોલ વિધાનસભા બેઠક પરથી સતીશ અન્ના પાટીલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : Maharashtra Elections: ભાજપે બીજા લિસ્ટમાં 22 ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
રાહુલ મોટેને પરંડા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. શરદ પવાર જૂથે સતીશ ચવ્હાણને ગંગાપુરથી ઉમેદવાર બનાવ્યા છે. બીડમાંથી સંદીપ ક્ષીરસાગર પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગણેશ ગીતેને નાશિક પૂર્વથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
શરદ પવાર જૂથની બીજી યાદીમાં કયા ઉમેદવારોને ટિકિટ મળી?
- એરંડોલ- સતીશ અન્ના પાટીલ
- ગંગાપુર- સતીશ ચવ્હાણ
- શાહપુર- પાંડુરંગ બરોરા
- પરંડા- રાહુલ મોટે
- બીડ- સંદીપ ક્ષીરસાગર
- અરવી- મયુરા કાલે
- બગલાન- દીપિકા ચવ્હાણ
- યેઓલા- માણિકરાવ શિંદે
- સિન્નર- ઉદય સાંગલે
- ડીંડોરી- સુનીતા ચારોસ્કર
- નાસિક પૂર્વ- ગણેશ ગીતે
- ઉલ્હાસનગર- ઓમી કલાની
- જુન્નર- સત્યશીલ શેરકર
- પિંપરી- સુલક્ષણા શીલવંત
- ખડકવાસલા- સચિન દોડકે
- પર્વત- અશ્વિનિતાઈ કદમ
- અકોલે- અમિત ભાંગરે
- અહિલ્યા નગર શહેર- અભિષેક કલમકર
- માલશીરસ- ઉત્તમરાવ જાનકર
- ફલટન- દીપક ચવ્હાણ
- ચાંદગઢ- નંદિનિતાઈ ભાબુલકર કુપેકર
- ઇચલકરંજી- મદન કરંડે
શરદ પવાર જૂથની પ્રથમ યાદીમાં 45 ઉમેદવારોના નામ
24 ઓક્ટોબરે NCP (SP) એ તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે 45 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. NCP (SP) એ બારામતી સીટ પરથી ડેપ્યુટી સીએમ અને NCP ચીફ અજિત પવાર સામે યુગેન્દ્ર પવારને મેદાનમાં ઉતાર્યા છે. યુગેન્દ્ર પવાર અજિત પવારના ભત્રીજા છે.
આ ઉપરાંત પાર્ટીએ ઈસ્લામપુરથી જયંત પાટીલ, કાટોલથી અનિલ દેશમુખ, ઘનસાવંગીથી રાજેશ ટોપે, કરાડ ઉત્તરથી બાલાસાહેબ પાટીલ, મુંબ્રાથી જિતેન્દ્ર આવ્હાડ, કોરેગાંવથી શશિકાંત શિંદે, બસમતથી જયપ્રકાશ દાંડેગાંવકર, જલગાંવ ગ્રામીણથી ગુલાબરાવ દેવકરનો સમાવેશ કર્યો છે. પ્રથમ યાદીમાં રાહુરીથી હર્ષવર્ધન પાટીલ અને પ્રાજક્ત તનપુરે.
આ પણ વાંચો : 85-85 સીટની ફોર્મ્યુલા પછી બાકી સીટ માટે એમવીએમાં ખેંચાખેંચી, જાણો નવું ગણિત?
મહારાષ્ટ્રની તમામ 288 સીટો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 20મી નવેમ્બરે તમામ બેઠકો પર મતદાન થશે, જ્યારે 23મી નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.