મનોરંજન

મસ્ત મસ્ત ગર્લ આજે સેલિબ્રેટ કરી રહી છે 50મો બર્થડે, ફેન્સે કહ્યું તમે….

બોલીવૂડ એક્ટ્રેસ રવીના ટંડન (Raveena Tandon) આજે પોતાનો 50 જન્મદિવસ ઉજવી રહી છે અને મમ્મીના બર્થડે પર દીકરી રાશાએ સુંદર પોસ્ટ કરીને ખાસ અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી છે. રવીનાની દીકરી રાશાએ સોશિયલ મીડિયા પર રવીના સાથેનો સુંદર ફોટો શેર કર્યો છે અને આ ફોટોમાં મા-દીકરીની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. બંને વચ્ચે સુંદર ટ્યુનિંગ જોવા મળી રહ્યું છે. ફેન્સ પણ આ ફોટો જોઈને એકદમ ખુશ થઈ ગયા છે.

રાશાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મમ્મીને બર્થડે વિશ કર્યું છે એટલું જ નહીં તેણે કરેલી પોસ્ટમાં તેણે કેક અને બર્થડે પર ઉત્સાહિત થવાની વાત ઈમોજીના માધ્યમથી શેર કરી છે. રાશાએ પોતાના બાળપણનો ફોટો પણ શેર કર્યો છે આ ફોટોમાં તે રવીનાના ખોળામાં જોવા મળી રહી છે. ફેન્સને મા-દીકરીની આ ક્યુટ જોડી ખૂબ જ પસંદ આવી રહી છે. રવીનાએ પણ પોતાના બર્થડે પર મસ્તી કરતો એક વીડિયો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.




સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. પહેલાં ફોટોમાં રવીનાએ ગોલ્ડન આઉટફિટ પહેર્યો છે અને દીકરી રાશા સિલ્વર લહેંગામાં સુંદર લાગી રહી છે. બીજા ફોટોમાં રવીના અને રાશાએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો છે. રવીના અને રાશા સાથે તૈયાર થઈ રહી હોય એવો ફોટો પણ રાશાએ પોતાના એકાઉન્ટ પરથી શેર કર્યો છે.


રવીનાના ફેન્સ પણ રાશાની આ પોસ્ટ પર કમેન્ટ કરીને બર્થડે વિસ, કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે ક્યુટ જોડી તો બીજા એક યુઝરે લખ્યું છે મા-દીકરીની સુંદર જોડી. તમે બંને સાથે ખૂબ જ સુંદર લાગો છો. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે તમે બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો.


અત્રે ઉલ્લેખનીય છે કે રવીના ટંડન અને દીકરી રાશા બંને ખૂબ જ સ્પેશિયલ બોન્ડ શેર કરે છે અને રવીના પણ અવારનવાર રાશા સાથે આઉટિંગ પર જતી દેખાય છે અને એના ફોટો પણ શેર કરે છે. રાશા પણ મમ્મી રવીનાની જેટલી સુંદર દેખાય છે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker