મનિકા બત્રાએ ભારતીય ટેબલ ટેનિસમાં રચ્યો ઇતિહાસ…
મૉન્ટપેલિયર (ફ્રાન્સ): ભારતની વર્લ્ડ નંબર-30 ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ ભારત માટે નવો ઇતિહાસ રચ્યો છે. શુક્રવારે તે વર્લ્ડ ટેબલ ટેનિસ (ડબ્લ્યૂટીટી) ચૅમ્પિયન્સ નામની સ્પર્ધાની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી બની છે.
આ પણ વાંચો: ટેબલ ટેનિસમાં મનિકા બત્રાની 15 રૅન્કની ઊંચી છલાંગ, ભારતને અપાવી અભૂતપૂર્વ સિદ્ધિ
મનિકાએ પોતાનાથી ચડિયાતા ક્રમની (વર્લ્ડ નંબર-14) રોમાનિયાની બર્નાડેટ ઝૉક્સને 3-1થી આંચકો આપીને આ સિદ્ધિ મેળવી હતી. મનિકાએ તેને 11-9, 6-11, 13-11, 11-9થી હરાવી દીધી હતી.
મનિકાએ આ પહેલાં પૅરિસ ઑલિમ્પિક્સમાં પણ બર્નાડેટને 3-2થી પરાજિત કરી હતી. ત્યારે મનિકા ઑલિમ્પિક્સની ટેબલ ટેનિસની સિંગલ્સની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી પણ બની હતી.
આ પણ વાંચો: પૅરિસમાં ભારતનો ‘નારીશક્તિ દિવસ’: મનુનો મેડલ અને સિંધુ, નિખત, પ્રીતિ, મનિકા, શ્રીજાના વિજય
ફ્રાન્સની ડબ્લ્યૂટીટીમાં મનિકાની ક્વૉર્ટર ફાઇનલ મૅચ ચીનની કિઆન ટિઍન્યી સામે છે. કિઆન પોતાના જ દેશની વૉન્ગ યિદીને 3-0થી હરાવીને ક્વૉર્ટરમાં પહોંચી છે.