બનાસકાંઠા

Banaskantha: સરકારી સ્કૂલના આચાર્યએ નકલી શિક્ષણ નિયામક બની શિક્ષકને બદલીનો ઓર્ડર આપી દીધો, આ રીતે ફૂટ્યો ભાંડો

Banaskantha News: ગુજરાતમાં નકલી અધિકારી (Fake Officer), નકલી કચેરી અને નકલી કોર્ટ (Fake Court) સહિતનો પર્દાફાશ થયો છે. હવે બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક સ્કૂલના (Primary school) એક આચાર્યએ (teacher) શિક્ષણ વિભાગના નકલી નિયામક બનીને એક શિક્ષિકાને બદલીનો ઓર્ડર આપી દીધો હતો. આ ઘટનાનો પર્દાફાશ થતાં તાત્કાલીક અસરથી આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. તેમની વિરૂદ્ધ પોલીસ ફરિયાદની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: વિદ્યાર્થિનીને ભગાડી જનારો કચ્છનો શિક્ષક છેક પંજાબથી પકડાયો

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મજાદર પ્રાથમિક શાળાના આચાર્યએ ગાંધીનગર શિક્ષણ નિયામકનો નકલી પત્ર બનાવી એક શિક્ષકને બદલીનો ઓર્ડર આપી દીધો હતો. ઓર્ડર આપ્યા બાદ આ શિક્ષકને બદલીનું સ્થળ નહીં મળતા શિક્ષણ અધિકારીની કચેરીએ પૂછપરછ કરવા ગયા હતાં. ત્યારે નકલી શિક્ષણ નિયામકનો પર્દાફાશ થયો હતો. શિક્ષણ વિભાગને શિક્ષક પાસે રહેલો ઓર્ડર નકલી હોવાની જાણ થતાં જ તાત્કાલિક અસરથી મજાદર પ્રાથમિક શાળાના આચાર્ય બ્રિજેશ પરમારને સસ્પેન્ડ કરીને થરાદ પોલીસ મથકે તેની સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.
થરાદ તાલુકાના ડુવા ગામના પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાબેન પટેલ અમદાવાદમાં રહેતા હતા. તેમનો પુત્ર બીમાર હોવાથી તેમની બદલી અમદાવાદ કરવાની હતી. શિક્ષિકાના પતિની મુલાકાત બ્રિજેશ પરમાર સાથે થઈ હતી. ત્યારબાદ બ્રિજેશ પરમારે શિક્ષિકાના ડોક્યુમેન્ટ 2023માં મંગાવ્યા હતા. જે બાદ ફેબ્રુઆરી 2024માં બ્રિજેશ પરમાર દ્વારા શિક્ષિકાને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બદલીનો ઓર્ડર આપી દેવાયો હતો.

આ પણ વાંચો: Rajkotના લોધીકામાં વિધાર્થી આપઘાત કેસમા ત્રણ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધાયો

શિક્ષિકાની બદલી નહીં થતા તેમના પતિ દ્વારા સપ્ટેમ્બરમાં શિક્ષણ અધિકારી કચેરીનો સંપર્ક કરાયો હતો. જ્યાં તેઓને જાણવા મળ્યું હતું કે, આ બ્રિજેશ પરમાર નિયામક નથી, પરંતુ વડગામ તાલુકાની મજાદર પ્રાથમિક શાળાનો એચ ટાટ આચાર્ય છે. જે બાદ આ સમગ્ર નકલી પ્રકરણનો ભાંડો ફૂટ્યો હતો.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker