નેશનલસ્પેશિયલ ફિચર્સ

રૂ. 150000 કરોડના સામ્રાજ્યના માલિક 6 લાખ રૂપિયાની કારમાં અને મોબાઈલ વિના જીવન જીવે છે…

થોડાક સમય પહેલાં જ આપણે દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાના ભાઈ વિશે વાત કરી કે જેઓ ટુ બીએચકે ફ્લેટમાં સામાન્ય માણસ જેવું જીવન જીવે છે એ પણ મોબાઈલ ફોન કે ટીવી વિના. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું એક એવા ઉદ્યોગપતિ વિશે 1.50 લાખ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે અને તેમ છતાં તેઓ બંગલા, મોબાઈલ કે કોઈ પણ પ્રકારની જાહોજલાલી વિના સાદુ જીવન જીવે છે. વાંચીને ચોંકી ઉઠ્યાને કે આખરે કોણ છે આ ઉદ્યોગપતિ અને આખરે તેઓ કેમ આવું જીવન જીવે છે? ચાલો તમને જણાવીએ-

આ ઉદ્યોગપતિ છે શ્રીરામ ગ્રુપના સંસ્થાપક રામમૂર્તિ ત્યાગરાજન છે, રૂપિયા 1.50 લાખ કરોડના માલિક રામમૂર્તિ ત્યાગરાજન સાદું જીવન જીવે છે. વાત કરીએ રામમૂર્તિ ત્યાગરાજનની તો તેમણે 1960માં મધ્યમવર્ગીય પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને એક નાનકડી ચિટ ફંડ કંપની શરૂ કરી હતી. થોડાક વર્ષોમાં નાનકડી એવી આ કંપની એક જાણીતી અને મોટી ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂટ બની ગઈ.

આ પણ વાંચો: મોબાઈલ ફોન વિના ટુબીએચકે ફ્લેટમાં આ રીતે જીવન વિતાવે છે જાણીતા ઉદ્યોગપતિનો ભાઈ…

આજે લાખો કરોડો રૂપિયાની નેટવર્થ છતાં પણ 87 વર્ષના રામમૂર્તિ ત્યાગરાજન સાદું જીવન જીવે છે. પ્રારંભિક શિક્ષણ ચેન્નઈના એક નાનકડાં ગામમાં અને બે વર્ષ સુધી કોલકતામાં અભ્યાસ કર્યા બાદ રામમૂર્તિએ ન્યૂ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ નામની કંપનીમાં નોકરી કરવાની શરૂઆત કરી. નોકરી કરતાં કરતાં તેમને ધ્યાનમાં આવ્યું કે લોકો પાસે એમની જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે લોન પર પૈસા ઉધાર માંગવા આવતા હતા. આ એવા લોકો હતા કે જેમને બેંકે લોન આપવાનો ઈનકાર કર્યો હતો. એમાં પણ ખાસ કરીને ટ્રક ડ્રાઈવર અને નાના ધંધાઓ કે પછી ઓછી આવક ધરાવતા લોકોનો સમાવેશ થતો હતો, જેઓ બેંક પાસેથી લોન લેવા માટે સક્ષમ નહોતા.

અહીંથી બીજ રોપાયું શ્રીરામ ગ્રુપના જન્મનો. આ જોઈને જ એમણે નક્કી કર્યું કે જે લોકોને બેંક લોન નથી આપતી તેમને તેઓ લોન આપશે અને તેમની લાઈફસ્ટાઈલને બેટર બનાવવા માટે શક્ય એ તમામ પ્રયાસો કરશે. આ જ હેતુથી શ્રીરામ ગ્રુપની શરૂઆત કરવામાં આવી હતી. થોડા વર્ષોમાં આ ગ્રુપ એક વિશાળ સામ્રાજ્ય બની ગયું.

આ પણ વાંચો: આ ઉદ્યોગપતિ Mukesh Ambaniને પાછળ મૂકીને બન્યા India’s Richest Person

કરોડોની સંપત્તિના માલિક હોવા છતાં પણ રામમૂર્તિ આજની તારીખમાં પણ મોબાઈલ ફોનનો ઉપયોગ નથી કરતાં કે ન તેમને જાહોજલાલીમાં રહેવાની ઈચ્છા છે. તેમનું ઘર પણ આલિશાન નથી કે ન તો તેમની પાસે લક્ઝુરિયસ કારનું કલેક્શન છે. આજે પણ તેઓ 6 લાખ રૂપિયાની નાનકડી કારમાં જ મુસાફરી કરે છે. અબજોપતિ હોવા છતાં તેઓ સાદાઈ રહેવાનું પસંદ કરે છે અને પોતાની જાતને તેમણે શ્રીમંત લોકોની જાહોજલાલી અને આડંબરથી દૂર રહેવાનું જ મુનાસિબ માન્યું છે. તેમના મગજ પર ક્યારેય પોતાની શ્રીમંતાઈના ઘમંડને ચઢવા નથી દીધી.

અત્રે ઉલ્લેખનીય છે કે રામમૂર્તિ ત્યાગરાજન ભલે પોતાની જાત પર ખર્ચ નથી કરતાં પણ તેઓ બીજાને મદદ કરવા માટે કે દાન આપવામાં હંમેશા આગળ રહે છે. તેમણે 750 મિલિયન ડોલરની કિંમતની કંપનીમાં રહેલો પોતાના હિસ્સો વેચ્યો અને એ બધા પૈસા તેમણે દાન કરી દીધા હતા.

રામમૂર્તિ ત્યાગરાજનની આ સ્ટ્રગલ, સક્સેસ સ્ટોરી સાંભળીને ચોક્કસ જ આપણે પણ એમાંથી પ્રેરણા લેવી જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button