loksabha સંગ્રામ 2024આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભાજપ અમિત ઠાકરેને સમર્થન આપવા માગે છે, પણ શિંદે સેના માનશે?

મુંબઈ: વિધાનસભાની ચૂંટણીમાં માહિમ બેઠક પર સૌની નજર ટકવાની છે, કારણ કે અહીં મનસે તરફથી રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે ઉમેદવારી આપવામાં આવી છે, બીજી તરફ આ બેઠક પરથી શિંદેસેના તરફથી સદા સરવણકરને મેદાનમાં ઊતારવામાં આવ્યા છે અને શિવસેના યુબીટી તરફથી મહેશ સાવંત પણ અહીં લડવાના છે. આ દરમિયાન ભાજપના નેતા આશિષ શેલારનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને સમર્થન આપવું જોઇએ. તેથી અમિત ઠાકરેને મહાયુતિ તરફથી સમર્થન આપવામાં આવે એવી શક્યતા છે. ‘અમિત ઠાકરેને સમર્થન આપવું જોઇએ એવું મને લાગે છે. આ અંગે શિંદે, ફડણવીસ અને અજિત પવાર સાથે હું વાત કરવાનો છું. તેઓ આ વિશે નિર્ણય લેશે.

આ પણ વાંચો : વરલીમાં પોલિટિકલ વૉરઃ આદિત્ય ઠાકરેને હરાવવા મહાયુતી આ સાંસદને આપશે ટિકિટ?

શિંદેના ઉમેદવાર સદા સરવણકરનો અમારો વિરોધ નથી, પરંતુ મહાયુતિ તરીકે નિર્ણય લેવો એવું મારું માનવું છે’, એમ શેલારે કહ્યું હતું.

ઉદય સામંતે આપી પ્રતિક્રિયા

આ દરમિયાન શિંદેસેનાના નેતા ઉદય સામંતે શેલારના નિવેદન પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે આશિષ શેલારનું નિવેદન એ ભાજપનું હોઇ શકે છે. મુદ્દો મહત્ત્વનો છે તેથી શિંદે, ફડણવીસ અને અજિત પવાર જ ચર્ચા કરશે. રાજ ઠાકરેના પુત્ર ચૂંટણી લડી રહ્યા છે તો શું કરવું? એ નિર્ણય મહાયુતિના નેતાઓ લેશે. એ અંગે બોલવું યોગ્ય નથી.

આ પણ વાંચો : રાજ ઠાકરે એક્શન મોડમાં, 48 ઉમેદવારના નામ કરી દીધા જાહેર

નવાબ મલિક હોય કે સના મલિક, સમર્થન નહીં જ

નવાબ મલિકને લઇને અજિત પવાર જૂથ અને ભાજપ વચ્ચે મતભેદ ચાલી રહ્યો છે. એવામાં અજિત પવારની એનસીપી દ્વારા નવાબ મલિકનાં પુત્રી સના મલિકને પૂર્વ મુંબઈની અણુશક્તિનગર મતવિસ્તારની ટિકિટ આપવામાં આવી છે. શનિવારે તેઓ એબી ફોર્મ પણ લઇ ગયા. સના પર કોઇ પણ આરોપ વિરોધકો દ્વારા કરી શકાશે નહીં એવો તર્ક અજિત પવારનો હશે, પણ ભાજપ તેના પર પણ ખુશ ન હોવાનું જણાય છે, પણ આશિષ શેલારે કહ્યું હતું કે ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ ધરાવનાર નવાબ મલિક હોય કે સના મલિક ભાજપ તરફથી તેમને સમર્થન નહીં મળે. તેમનું કામ ભાજપના કાર્યકર્તાઓ કરશે નહીં. અમે અમારા વલણ પર કાયમ છીએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button