Aishwarya કે Katrina નહીં પોતાની 12 વર્ષ નાની આ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા હતા Salman Khan ને…
બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન હાલમાં પોતાની પર્સનલ લાઈફની સાથે સાથે પ્રોફેશનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. પર્સનલ લાઈફમાં બાબા સિદ્દીકીની ગોળી મારીને કરાયેલી હત્યા બાદ ફરી એક વખત સુરક્ષા સામે ઊભા થયેલાં જોખમને કારણે તો પ્રોફેશનલ લાઈફમાં અજય દેવગણની આગામી ફિલ્મ સિંઘમ અગેનને કારણે સલમાન લાઈમલાઈટમાં છે.
આ પણ વાંચો : Salman Khan સાથે ઓન કેમેરા આ એક્ટ્રેસે કરી આવી હરકત, ભાઈજાન થયા શરમથી પાણી પાણી…
હાલમાં સલમાન કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બિગ બોસ અને સિંઘમ અગેનનું શૂટિંગ કરી રહ્યો છે. આ સિવાય બીજા એક કારણે પણ ભાઈજાન ચર્ચામાં રહે છે અને એ છે તેના લગ્ન. ઐશ્વર્યા રાય બચ્ચન, કેટરિના કૈફ અને લૂલિયા વંતૂર સહિતના અને અનેક અફેયર બાદ પણ સલમાન સિંગલ છે. પરંતુ આજે અમે અહીં તમને સલમાનના લગ્નને લઈને એક ચોંકાવનારી હકીકત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સલમાન ઐશ્વર્યા રાય કે કેટરિના સાથે નહીં પણ પોતાનાથી 12 વર્ષ મોટી એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માંગતો હતો. ચાલો જણાવીએ કોણ છે આ એક્ટ્રેસ અને કેમ સલમાન અને આ એક્ટ્રેસના લગ્ન ના થઈ શક્યા.
આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ રેખા છે અને ખુદ રેખા સામે સલમાન ખાને આ વાત કબૂલી લીધી છે. સલમાન ખાનના લવ-અફેયર અનેક હીરોઈન્સ સાથે રહ્યા છે. સલમાન પણ આ વાત કબૂલી ચૂક્યો છે. જો તમે એવું માનતા હોવ કે સલમાન ખાનનું પહેલું અફેયર સંગીતા બિજલાની સાથે હતું તો બોસ એવું નથી. સલમાન ખાનનો પહેલો ક્રશ રેખા હતી. જ્યારે સલમાન નાનો હતો ત્યારે તે રેખા સાથે લગ્ન કરવા માંગતો હતો, એટલું જ સાઈકલ પર રેખાનો પીછો કરતાં કરતાં સલમાન ખાન યોગા ક્લાસ સુધી પહોંચી ગયો હતો.
આ વાતનો ખુલાસો સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં થયો હતો અને સલમાને રેખા સામે જ આ વાતનો ખુલાસો કર્યો હતો. એટલું જ નહીં સલમાને તો ત્યાં સુધી કહ્યું હતું કે રેખાને કારણે જ તેના લગ્ન કર્યા નથી.
આ પણ વાંચો : પતિ સાથે ડિવોર્સ બાદ હવે આ એક્ટ્રેસનું નામ જોડાયું Salman Khan સાથે?
રેખાએ પણ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે સલમાન ખાન જ્યારે નાનો હતો ત્યારે તે સાઈકલ પર મારો પીછો કરતો. હું જ્યારે મોર્નિંગ વોક પર જતી ત્યારે તે મારી પાછળ પાછળ આવતો. આગળ રેખાએ જણાવ્યું કે સલમાનને ત્યારે ખબર સુદ્ધા નહોતી પડી કે તે મારા પ્રેમમાં પડ્યો હતો. સલમાન ખાને તો પોતાના ઘરે પણ કહી દીધું હતું કે હું મોટો થઈશ એટલે રેખા સાથે લગ્ન કરીશ.