Statue Of Unity: સોમવારે વાઘબારસે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે…
Kevadiya: સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) સમગ્ર વિશ્વમાં પ્રવાસન માટે (tourism spot) પસંદગીનું સ્થળ બન્યુ છે. દિવાળીની રજાઓમાં (diwali holidays) પ્રવાસીઓની માંગણીને ધ્યાનમાં રાખીને 28 ઓક્ટોબર સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો ખુલ્લા રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Statue Of Unity ને જોઇને ખુશ થયા ભૂતાનના રાજા અને વડાપ્રધાન, વિઝીટર બુકમાં લખી આ વાત
સોમવારે કેમ બંધ રહે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી
સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસન પ્રક્લ્પો દર સોમવારે મરામત કાર્ય (maintenance) માટે બંધ રાખવામાં આવે છે. સોમવારના દિવસે આવતા તહેવારોમાં પ્રવાસીઓની માંગને ધ્યાનમાં રાખીને અગાઉ પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ નિર્ણયને કારણે પ્રવાસીઓને શનિવાર, રવિવાર, સોમવારના મીની વેકેશનનો (mini vacation) લાભ મળે છે. જેથી હવે આગામી સોમવારે વાઘબારસનો તહેવાર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેવલપમેન્ટ અને ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના ચેરમેન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈને વાઘ બારસના દિવસે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવા વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે. જેથી પ્રવાસીઓને મીની વેકેશનનો લાભ મળી શકે. બુધવારે રજા રાખવામાં આવી હોવાથી પ્રવાસીઓને પોતાના પ્રવાસનું આયોજન ન કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Statues of unity સંકુલના ઝૂલોજિકલ પાર્કમાં 2 વર્ષમાં 38 વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓના મોત