Elon Musk એ વિકિપીડિયાને દાન ન આપવાની કેમ કરી અપીલ? જાણો વિગત…
Latest Wikipedia News: વિશ્વની હસ્તીઓ, મહત્વપૂર્ણ સ્થાન અને જ્ઞાનનો ભંડાર ગણાતી વેબસાઇટ વિકિપીડિયાએ (wikipedia) ઇન્ટરનેટ જગતમાં પોતાનું મહત્ત્વનું સ્થાન બનાવ્યું છે. આ કંપની હાલ થોડા સમયથી આર્થિક સંકટથી (financial crisis) ઝઝૂમી રહી છે. જેના કારણે વેબસાઇટની મુલાકાત લેતાં દરેક વ્યક્તિને દાનની અપીલ કરવામાં આવી રહી છે. જોકે હવે વિકિપીડિયાનું સંકટ ઘેરું બનવાનું છે, કારણકે ટેસ્લા (Tesla) અને સ્પેસએક્સ (SpaceX) જેવી કંપનીઓના માલિક એલન મસ્ક (Elon Musk) હવે તેની પાછળ પડી ગયા છે. તેમણે લોકોને વિકિપીડિયાને દાન ન આપવાની અપીલ કરી છે.
આ પણ વાંચો : આ કારણે મોબાઈલ ફોનને કવર નથી લગાડતા Elon Musk, Mark Zuckerberg, તમે પણ જાણી લો તો ફાયદામાં રહેશો…
એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની પોસ્ટમાં અપીલ કરી છે કે, વિકિપીડિયાને ડાબેરી વિચારધારાવાળા લોકો કંટ્રોલ કરી રહ્યા છે. તેથી આપણે ઈન્ટરનેટ એનસાઇક્લોપીડિયામાં આપણે દાન ન આપવું જોઈએ. અમેરિકન ન્યૂઝ કંપની પાયરેટ વાયર્સનો એક રિપોર્ટ શેર કરતાં કહ્યું, વિકિપીડિયાને હમાસ સમર્થક એડિટર્સે હાઈજેક કરી લીધું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આશરે 40 વિકિપીડિયા એડિટર્સ ઈઝરાયેલ સામે અભિયાન ચલાવી રહ્યા છે. જેઓ કટ્ટર ઈસ્લામિક ગ્રુપને સપોર્ટ કરી રહ્યા છે. પાયરેટ વાયર્સને ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક માનવામાં આવે છે.
આ પણ વાંચો : 2,11,93,27,18,75,000 રૂપિયાની સંપત્તિ હોવા છતાં ભાડાના 2BHK ફ્લેટમાં રહે છે આ અબજોપતિ, જાણો કેમ?
તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટ વિકિપીડિયા પર કાર્યવાહી કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, તે એશિયન ન્યૂઝ ઈન્ટરનેશનલના પેજને કોણ એડિટ કરી રહ્યું છે તે બતાવવામાં નિષ્ફળ રહી હતી. કોર્ટ વિકિપીડિયા સામે કન્ટેમ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરી હતી. કોર્ટે 5 સપ્ટેમ્બરે નોટિસ જાહેર કરીને કહ્યું હતું કે, જો વિકિપીડિયાને ભારતમાં કામ કરવું પસંદ ન હોય તો અહીંયા કામગીરી બંધ કરી દેવી જોઈએ. ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકારને આ પ્લેટફોર્મ બ્લોક કરવાની અપીલ કરશે.