નેશનલ

કૉંગ્રેસે લગાવ્યો અજિત પવારની NCP પર હોર્સ ટ્રેડિંગનો આરોપ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો વિવિધ આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસે અજિત પવારની એનસીપી પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તેમના બે વિધાન સભ્યોને અજિત પવારના જૂથમાં સામેલ થવા માટે કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી છે. આમ કરવું પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આવે છે.

| Also Read: યમુનામાં ડુબકી લગાવ્યા બાદ બગડી દિલ્હી BJP ચીફની તબિયત, થયા હૉસ્પિટલમાં ભરતી



કોંગ્રેસના મહારાષ્ટ્રની ચૂંટણીના પ્રભારી રમેશ ચેન્નીથલાએ શનિવારે એવો દાવો કર્યો હતો કે, ‘અમને એવા અહેવાલ મળ્યા છે કે બે વિધાન સભ્યોને અજિત પવારના જૂથમાં સામેલ થવા માટે કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી છે. આ સંબંધે ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ચૂપ કેમ છે. લોકોને હકીકત જણાવવાની જવાબદારી મુખ્યપ્રધાનની છે.’ જોકે, અજિત પવારની NCPએ હજી સુધી આ આક્ષેપોના જવાબ આપ્યા નથી.

ગુરુવારે કોંગ્રેસે મહારાષ્ટ્ર ચૂંટણી માટે 48 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આજે કોંગ્રેસે બીજા 23 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. એ સમયે રમેશ ચેન્નીથલાએ અજિત પવારની NCP પર હોર્સ ટ્રેડિંગનો આક્ષેપ કરી રાજકીય ગરમાવો વધારી દીધો છે.

| Also Read: Arunachal Pradeshમાં સેનાને મળી સફળતા, અથડામણમાં એક આતંકી માર્યો ગયો

મહારાષ્ટ્રની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો કોંગ્રેસ, એનસીપી (એસપી) અને શિવસેના (યુબીટી) એ 85-85-85 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, જ્યારે ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCP સત્તાધારી મહાયુતિ ગઠબંધનનો ભાગ છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે યોજાવાની છે, જેમાં 23 નવેમ્બરે મતગણતરી થશે. 2019ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો તેમાં, ભાજપે 105 બેઠકો, શિવસેનાએ 56, અને કોંગ્રેસને 44 બેઠકો જીતી હતી. 2014માં ભાજપે 122 બેઠકો, શિવસેનાને 63 અને કોંગ્રેસને 42 બેઠકો મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button