ફ્લાઇટ બાદ હવે રાજકોટની 10 હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Bomb hoax threat to hotels in Rajkot: ફ્લાઇટ્સ બાદ હવે હોટલને પણ બોમ્બથી (Bomb hoax to hotel) ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. રાજકોટની 10 હોટલને (Rajkot Hotels) બોમ્બથી ઉડાવી દેવાનો ઇમેઇલ (email) મળ્યો હતો. ઇમેઇલ મળતાં જ હોટલ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઇમ્પીરીયલ પેલેસ (hotel imeprial palace), ગ્રાન્ડ રીજન્સી, હોટલ સયાજી, હોટલ સીઝન સહિતની હોટલો ઉપર ઇમેઇલ આવ્યો હતો. બોમ્બની ધમકીનો સંદેશો આવતા પોલીસ (rajkot police) તંત્ર એલર્ટ થયું હતું અને તમામ હોટલમાં ચેકિંગ શરૂ કર્યું છે. તહેવાર સમયે જ રાજકોટની પ્રતિષ્ઠિત હોટલોને બોમ્બની ધમકી મળતાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સાથે તપાસ શરૂ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચ, SOG, LCB, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો હોટલ્સ ખાતે પહોંચ્યો હતો. જોકે, એકપણ હોટલમાં હજુ સુધી કંઈપણ ના મળી આવતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. તો બીજી તરફ ધમકી ભર્યો મેઈલ કોણે કર્યો તે દિશામાં તપાસ ચાલી રહી છે. તહેવાર ટાણે ધમકી મળતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય એરલાઈન્સને છેલ્લા થોડા દિવસથી બોમ્બની ધમકી આપવામાં આવી રહી છે. શુક્રવારે 25થી વધુ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને આવી ધમકી મળી હતી. છેલ્લા 12 દિવસમાં 275થી વધુ ફ્લાઈટને ટાર્ગેટ બનાવવામાં આવી છે.