આમચી મુંબઈ

BJP Star Campaigner:ભાજપની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર , પીએમ મોદી સહિત 40 નેતાઓ સામેલ

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી(BJP Star Campaigner)જાહેર કરી છે. આ યાદીમાં પીએમ મોદી, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત 40 નેતાઓના નામ સામેલ છે.

| Also Read:

પીએમ મોદી આઠ દિવસ અનેક ચૂંટણી સભાઓ સંબોધશે

જેમાં અહેવાલો અનુસાર, પીએમ મોદી દિવાળી બાદ મહારાષ્ટ્રમાં અનેક રેલીઓ સંબોધશે. પીએમ મોદી 5 થી 14 નવેમ્બર સુધી મહાયુતિ માટે મતદાનની અપીલ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 8 દિવસ સુધી મહારાષ્ટ્રમાં અનેક ચૂંટણી સભાઓ કરવાના છે.

ભાજપે 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ મહાયુતિ ગઠબંધનમાં સામેલ છે. આ ગઠબંધનમાં ભાજપ, એનસીપી અને શિવસેના સામેલ છે. ભાજપે 99 ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી છે. આ યાદીમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ પણ છે, જેઓ નાગપુર દક્ષિણ પશ્ચિમથી ચૂંટણી લડી રહ્યા છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે કામઠી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

| Also Read:

288 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી

મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20મી નવેમ્બરે મતદાન થશે. મતગણતરી 23 નવેમ્બરે થશે. મહારાષ્ટ્ર મહાયુતિ ગઠબંધન મહાવિકાસ અઘાડી સાથે મુકાબલો છે. મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)નો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button