Kapoor’s ના ઘરે રેલાશે શરણાઈના સૂર, જાણી લો કોણ છે થવાવાળો જમાઈ?
બોલીવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) અને શિખર પહાડિયા (Shikhar Pahariya)ની લવસ્ટોરીથી તો આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને કપૂર ખાનદાન વાકેફ છે. બંને જણ વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અનેક વખત જ્હાન્વી કપૂર શિખુના નામનું પેન્ડન્ટ ગળામાં પહેરીને ફરતી જોવા મળી રહી છે. હવ આ બધું જોતા એ વાત તો કન્ફર્મ થઈ ગઈ છે કે તે અને શિખર સાથે છે. હવે ટૂંક સમમયાં જ કપૂર ખાનદાનમાં શરણાઈના સૂર રેલાશે અને કપૂર ખાનદાનનો થનારો જમાઈ હશે શિખર પહાડિયા. ચાલો તમને જણાવીએ શું છે આખો મામલો-
આ પણ વાંચો : ફાટેલાં કપડાં, વિચિત્ર વાળ આ શું થઈ ગયું Orryને? Janhvi Kapoor પણ ડરી ગઈ…
બોલીવૂડમાં કોઈ પણ પાર્ટી હોય જ્હાન્વી અને શિખર સાથે જ જોવા મળે છે. હાલમાં જ ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટ અને દીકરી ઈશા અંબાણીએ પણ ભાગ લીધો હતો. દર વખતની જેમ જ જ્હાન્વી કપૂર બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે પાર્ટીમાં પહોંચી હતી. હવે જ્હાન્વીએ કેટલાક અનસીન ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
આ પણ વાંચો : Janhvi Kapoorએ કહ્યું રાતે છૂપકેથી પેરેન્ટ્સના બેડરૂમમાં જઈને કરતી હતી આ કામ…
આ ફોટોમાં જ્હાન્વી પોતાના ડોગ સાથે રમતી જોવા રહી છે અને એની સાથે જ શિખર પણ જોવા મળી રહ્યો છે. જોકે, શિખરને ફોટો ક્લિક કરાવવાનું ખાસ પસંદ નથી. આ ફોટોમાં જ્હાન્વીએ શિમરી સાડી પહેરી છે. ન્યૂડ મેકઅપ અને ખુલ્લાવાળોમાં જ્હાન્વી ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સાથે જ્હાન્વીએ પહેરેલી ડાયમંડની જ્વેલરીએ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું.
આ પણ વાંચો : Janhvi Kapoorએ ખોલી નાખી ઈન્ડસ્ટ્રીની પોલ, કહ્યું દરેક સેલિબ્રિટીનું…
બંનેને સતત સાથે જોઈને ફેન્સ હવે એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે ટૂંક સમયમાં જ બંને જણ લગ્ન કરશે અને શિખર પહાડિયા કપૂર ખાનદાનનો જમાઈ બનશે. વાત કરીએ શિખર પહાડિયાની તો તે શિખર પહાડિયા એક બિઝનેસ ટાયકૂનનો દીકરો છે. જોકે, હજી સુધી શિખર કે જ્હાન્વીએ લગ્નને લઈને કોઈ સ્પષ્ટતા કરી નથી પણ આગ કે બિના ધૂંઆ તો હો નહીં સકતા ના?