ED આ બે કોન્સર્ટની ટિકિટના બ્લેક માર્કેટિંગ મામલે એકશનમાં, પાંચ રાજ્યમાં 13 સ્થળોએ સર્ચ ઓપરેશન
નવી દિલ્હી: કોલ્ડ પ્લે અને દિલજીતસિંહ દોસાંઝના દિલ-લુમિનાટીના કોન્સર્ટ વિવાદમાં સપડાઈ છે. આ બંને શોની ટિકિટના બ્લેક માર્કેટિંગ બાબતે ઇડી(ED)એકશનમાં આવી છે. આ અંગે કરવામાં આવેલી અનેક એફઆઇઆર બાદ ઇડીએ પાંચ રાજ્યમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઇડીએ દિલ્હી, મુંબઈ, જયપુર, ચંદીગઢ અને બેંગ્લોરમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
| Also Read: ફોકસ : ColdPlayના કોન્સર્ટની ટિકિટના ભાવ છે આસમાને, જો જો ક્યાંક ફસાઈ ન જતાં
ઉંચી કિંમતે ટિકિટોનું બ્લેક માર્કેટિંગ થયું
કોન્સર્ટ, કોલ્ડપ્લેના “મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર” અને દિલજીત દોસાંજના “દિલ-લુમિનાટી” એ સંગીતના શોખીનોએ સારો પ્રતિસાદ આપ્યો છે.જેના કારણે બુકમાય-શો અને ઝોમેટો લાઈવ જેવા સત્તાવાર પ્લેટફોર્મ પર ટિકિટનું ઝડપી વેચાણ થયું. જો કે આ માંગને કારણે ઉંચી કિંમતે ટિકિટોનું બ્લેક માર્કેટિંગ થયું. જેમાં છેતરપિંડી પણ કરવામાં આવી હોવાના અસંખ્ય અહેવાલો બહાર આવ્યા હતા.
મોબાઈલ ફોન, લેપટોપ અને સિમ કાર્ડ સહિતની સામગ્રી જપ્ત
ત્યારે બુકમાય-શો એ અનેક શકમંદો સામે ફરિયાદ દાખલ કરીને આરોપ લગાવ્યો કે તેઓ નકલી ટિકિટો વેચવામાં અને કિંમતો વધારવામાં રોકાયેલા છે. તેમજ વધતી માંગનો લાભ ઉઠાવી રહ્યા છે. ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ શરૂ કરી છે અને પાંચ રાજ્યોમાં 13થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરી છે. જેમાં કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ ફોન, લેપટોપ અને સિમ કાર્ડ સહિતની સામગ્રી જપ્ત કરી છે.
| Also Read: બ્લેક સાડીમાં બલાની સુંદર લાગી Gauri Khan, Shuhana Khan એ કરી એવી કમેન્ટ કે…
સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ
જેમાં EDની તપાસનો હેતુ ગેરકાયદે ટિકિટના વેચાણની તપાસ કરવાનો છે. તેમજ આ કૌભાંડ માટેના ગેરકાયદે નાણાકીય નેટવર્કનો પર્દાફાશ કરવાનો છે. આ તપાસમાં ખુલાસો થયો છે કે નકલી ટિકિટ આપવા માટે અનેક વ્યક્તિઓએ ઇન્સ્ટાગ્રામ,વોટસએપ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો.