દેવેન્દ્ર ફડણવીસ પાસે એકપણ વાહન નથી, પણ છે આટલા બધા કરોડના માલિક
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભાની ચૂંટણી માટે દક્ષિણ-પશ્ચિમ નાગપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ ફોર્મ સાથે તેમણે એફિડેવિટ પણ ફાઇલ કર્યું છે. આ સોગંદનામામાં તેમણે 13 કરોડની સંપત્તિ દર્શાવી છે.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપેલા સોગંદનામામાં રૂ.13,27,47,728 રૂપિયાની સંપત્તિ જાહેર કરવામાં આવી છે. ટેક્સ રિટર્ન મુજબ તેમની 2023-24માં કુલ આવક 79,30,402 રૂપિયા છે, જ્યારે 2022-2023માં આ આંકડો 92,48,094 રૂપિયા હતો. તેમણે તેમની પત્ની અમૃતાની સંપત્તિ 6,96,92,748 રૂપિયા અને પુત્રીની સંપત્તિ 10,22,113 રૂપિયા દર્શાવી છે.
| Also Read: જૈન સંતો મળ્યા ફડણવીસને, પણ મળ્યો આ જવાબ, શું છે ભાજપનું ગણિત
એફિડેવિટ મુજબ ફડણવીસ પાસે 23,500 રૂપિયા અને તેમની પત્ની અમૃતા પાસે 10 હજાર રૂપિયાની કેશ છે. ફડણવીસના બેંક ખાતામાં 2,28,760 રૂપિયા જમા છે. તેમની પત્નીના ખાતામાં 1,43,717 રૂપિયા જમા છે. આ ઉપરાંત તેમણે નેશનલ સેવિંગ્સ સ્કીમ, પોસ્ટલ સેવિંગ્સ, ઈન્સ્યોરન્સમાં પણ રોકાણ કર્યું છે, જે આંકડો 20,70,607 રૂપિયા છે. તેમણે શેર, બોન્ડ, ડ્બેન્ચર્સ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં રોકાણ કર્યું નથી, જ્યારે તેમની પત્ની અમૃતાએ શેર, બોન્ડ, ડ્બેન્ચર્સ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં 5,62,59,031 રૂપિયાનું રોકાણ કર્યું છે.
| Also Read: કૉંગ્રેસે બીજી યાદી બહાર પાડી, જાણો ફડણવીસ સામે એમવીએનો કયો ઉમેદવાર ભાથ ભીડશે
એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી મુજબ ફડણવીસે તેમની પત્ની પાસેથી 62 લાખ રૂપિયાની લોન લીધી છે. ફડણવીસ પાસે 450 ગ્રામ સોનુ છે, જેની બજાર કિંમત આશરે 32,45,000 રૂપિયા છે. તેમની પતાની અમૃતા પાસે 65,70,000 રૂપિયાના સોનાના દાગીના છે. ફડણવીસ પાસે 4,68,96,000 રૂપિયાની સ્થાવર મિલકત છે. એફિડેવિટ મુજબ તેમની પાસે કોઇ વાહન નથી