ઇન્ટરનેશનલ

Israel-Iran War: ઈઝરાયેલના હુમલાથી ફેલ થઈ ઈરાનની ડિફેન્સ સિસ્ટમ, વિડીયો વાયરલ

તેહરાન : ઈરાન લાંબા સમયથી ઈઝરાયેલને મોટા હુમલાની(Israel-Iran War)ધમકી આપી રહ્યું હતું. જો કે આ દરમ્યાન ઇઝરાયેલે શનિવારે સવારે ઈરાન પર હુમલો કર્યો. ઈરાનના મીડિયા અનુસાર તેહરાનની આસપાસ જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. ઈઝરાયેલે તેહરાન પાસેના એક સૈન્ય વિસ્તારને નિશાન બનાવ્યો છે. આ સિવાય અન્ય સૈન્ય સ્થળો પર પણ હુમલા કર્યા છે. ઈઝરાયેલનું કહેવું છે કે ઈરાન મહિનાઓથી સતત હુમલા કરી રહ્યું હતું અને તેનો આ જવાબ છે.

| Also Read: Israel-Iran War: ઈઝરાયેલે ઈરાન પર કર્યો મોટો હુમલો, તહેરાનમાં સૈન્ય મથકો પર બોમ્બમારો

આર્મી બેઝ પાસે બે મોટા હુમલા કરવામાં આવ્યા

ઈઝરાયેલના આ હુમલાનો વીડિયોમાં જોઈ શકાય છે કે ઈઝરાયેલે છોડેલા રોકેટ તેહરાનમાં પડી રહ્યા છે. ઈરાને કેટલીક મિસાઈલો રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં તે નિષ્ફળ રહ્યું હતું. ઈરાની મીડિયા અનુસાર, તેહરાનમાં આર્મી બેઝ પાસે બે મોટા હુમલા કરવામાં આવ્યા હતા.

ડિફેન્સ સિસ્ટમ હુમલા સામે ટકી શકી નહિ

વીડિયોમાં જોઈ શકાય છે કે ઈઝરાયેલ તરફથી આવતી મિસાઈલોને વચ્ચે જ નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘણી મિસાઈલોને નષ્ટ કરવામાં આવી હતી. પરંતુ તે પછી પણ ઈરાનની ડિફેન્સ સિસ્ટમ ઈઝરાયેલના આ જોરદાર હુમલા સામે ટકી શકી નહિ.

| Also Read: આતંકવાદી નિજ્જરનું ડેથ સર્ટિફિકેટ આપવાનો કેનેડાનો ઇનકાર

ઈઝરાયેલે કહ્યું કે તેહરાનને હુમલાનો જવાબ આપવો એ અમારી ફરજ છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે મહિના પહેલાના ઈરાની હુમલાનો જવાબ આપ્યો હતો અને ઈરાની સૈન્ય સ્થળોને નિશાન બનાવ્યા હતા. અમેરિકન અધિકારીનું કહેવું છે કે આ હુમલામાં કોઈ પરમાણુ કેન્દ્રને નિશાન બનાવવામાં આવ્યું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button