ઇન્ટરનેશનલનેશનલ

આતંકવાદી નિજ્જરનું ડેથ સર્ટિફિકેટ આપવાનો કેનેડાનો ઇનકાર

ખાલિસ્તાન તરફી આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડા સતત જુઠ્ઠાણું ચલાવી રહ્યું છે. પહેલા તો તેણે, કોઈ પુરાવા આપ્યા વિના ભારત પર નિજ્જરની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો. હવે જ્યારે ભારતીય તપાસ એજન્સી NIAએ તાજેતરમાં કેનેડા પાસેથી તેનું ડેથ સર્ટિફિકેટ માંગ્યું તો તેણે તે આપવાનો ઇનકાર કરી દીધો હતો.

| Also Read: Nijjar Murder case: નિજ્જર હત્યા કેસમાં કેનેડા પોલીસે વધુ એક ભારતીયની ધરપકડ કરી



હરદીપ સિંહ નિજ્જર ભારતીય મૂળનો કેનેડિયન નાગરિક હતો. જૂનમાં તેની હત્યા કરવામાં આવી હતી. ભારતમાં NIA દ્વારા તપાસ કરવામાં આવી રહેલા નવ કેસોમાં નિજ્જર પર આરોપ મૂકવામાં આવ્યો હતો. NIAએ કેનેડા પાસેથી નિજ્જરના ડેથ સર્ટિફિકેટની માંગણી કરી હતી જેથી કરીને તેની સામે ભારતીય અદાલતોમાં પેન્ડિંગ કેસમાં કોર્ટને આ અંગે જાણ કરી શકાય. NIAના સૂત્રોનું કહેવું છે કે કેનેડાના અધિકારીઓએ ભારત દ્વારા કરવામાં આવેલી માગ પર સવાલ ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે કેનેડિયન નાગરિક નિજ્જરનું ડેથ સર્ટિફિકેટ માગવાનો ભારતને કોઇ અધિકાર નથી. તેમણે નિજ્જરનું ડેથ સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

નોંધનીય છે કે નિજ્જરની હત્યાએ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદને વકરાવ્યો હતો. કેનેડાએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓની સંડોવણીનો આક્ષેપ કર્યો હતો. ભારતે કેનેડાના આક્ષેપોને ફગાવી દીધા હતા અને કેનેડા પાસે પુરાવાની માંગ કરી હતી. ત્યાર બાદ તાજેતરમાં કેનેડાએ વરિષ્ઠ ભારતીય રાજદ્વારીઓ પર નિજ્જર હત્યાની તપાસમાં રસ લેવાનો આરોપ લગાવ્યો ત્યારે બંને દેશો વચ્ચે ચાલતો વિવાદ વધી ગયો હતો. ભારતે તેના રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા હતા.

| Also Read: India-Canada Breaking: ‘કેનેડામાં હિંદુઓ પર હુમલા થઇ શકે છે’ ભારત-કેનેડા તણાવ વચ્ચે પૂર્વ રાજદ્વારીનો દાવો



NIAને હજી સુધી ખાલિસ્તાની સમર્થક આતંકવાદી ગુરવંતસિંહ પન્નુ વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ મેળવવામાં સફળતા મળી નથી. NIA પન્નુ સામે અનેક કેસોની તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં તેમણે ચંડીગઢ, પઠાણકોટ અને અમૃતસર ખાતેની તેની ત્રણ મિલકત જપ્ત કરી છે. જૂન 2023માં ન્યૂ યોર્કમાં પન્નુની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ હત્યાના પ્રયાસમાં અમેરિકાએ એક ભારતીય અધિકારીની સંડોવણી હોવાનો દાવો કર્યો હતો અને વિકાસ યાદવ નામના એક ભારતીય સામે આરોપો દાખલ કર્યા છે. વિકાસ યાદવ ભારતની રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના ભૂતપૂર્વ અધિકારી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button