વેપારસ્પેશિયલ ફિચર્સ

Dhanteras 2024: ધનતેરસમાં સોનું ખરીદવાનું શ્રેષ્ઠ મુહૂર્ત ક્યારે ? જાણો એક જ કિલક પર

મુંબઈ : દેશના મોટાભાગના લોકો દિવાળી પૂર્વે ધનતેરસની(Dhanteras 2024) ઉજવણી કરે છે. દર વર્ષે ધનતેરસ ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. ધનતેરસ દરમિયાન સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે. હિંદુ શાસ્ત્રો અનુસાર, ધનતેરસનો તહેવાર દર વર્ષે કારતક મહિનાની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે.

| Also Read:Diwali 2024: દિવાળી પર સોમનાથમાં ભક્તો કરી શકશે વર્ચ્યુઅલ લક્ષ્મી પૂજન, આજથી ફરી શરૂ થયો લાઈટ એન્ડ સાઉન્ડ શો

સોનું ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્ત

હિંદુ શાસ્ત્રો અનુસાર ત્રયોદશી 29 ઓક્ટોબરે સવારે 10.31 કલાકે શરૂ થશે. ધનતેરસ 30 ઓક્ટોબરે બપોરે 1.15 કલાકે સમાપ્ત થશે. 29 ઓક્ટોબર 2024ના રોજ ધનતેરસની પૂજા પણ રાખવામાં આવે છે. ધનતેરસના દિવસે લોકો માત્ર સોનું અને ચાંદી જ નહીં પરંતુ ઘણી વસ્તુઓ ખરીદે છે. ધનતેરસના દિવસે શુભ મુહૂર્ત સાંજે 1 કલાક 41 મિનિટ સુધી રહેશે. મંગળવાર 29 ઓક્ટોબરના રોજ શુભ મુહૂર્ત સાંજે 6:31 થી 8:13 સુધી રહી શકે છે.

| Also Read: Gold Price Today : દિવાળી પૂર્વે સોના- ચાંદીનો ભાવ ઓલ-ટાઈમ હાઇ, જાણો લેટેસ્ટ ભાવ

ધનતેરસમાં સોનું ક્યારે ખરીદવું?

ધનતેરસના શુભ અવસર પર સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોના ઉપરાંત કેટલાક લોકો ચાંદી, વાસણો, ઈલેક્ટ્રોનિક્સ વગેરે જેવી વસ્તુઓ પણ ખરીદે છે. આ સંદર્ભમાં પ્રાપ્ત માહિતી અનુસાર, ધનતેરસના દિવસે 29 ઓક્ટોબર, મંગળવારે સવારે 10:31 વાગ્યાથી 30 ઓક્ટોબરના રોજ સવારે 6:32 વાગ્યાની વચ્ચે ગમે ત્યારે સોનું ખરીદી શકો છો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button