સ્પેશિયલ ફિચર્સ

શિયાળાનું સુપરફૂડ છે આમળા, નિયમિત સેવનથી થાય છે અનેક ફાયદા…

Amla Benefits: આમળા એક સુપરફૂડ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળામાં તેનું સેવન વિશેષ પ્રમાણમાં કરવામાં આવે છે. આમળામાં રહેલા વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે.

આ પણ વાંચો : Lifestyle: દરરોજ વોક કરવાથી શરીરને થાય છે ફાયદા, જાણીને તમે પણ આજથી જ કરવા લાગશો વોકિંગ

આયુર્વેદમાં આમળાને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમળાને વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે.

આ સિવાય આમળામાં વિટામિન A, B કોમ્પ્લેક્સ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર જેવા ગુણો મળી આવે છે, જે શરીરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.

ત્વચા માટે ફાયદાકારકઃ આમળામાં એન્ટી ઓક્સિડેંટ ગુણો હોય છે, જે ત્વચા માટે ફાયદાકારક છે. આમળા ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

આંખો માટે લાભદાયીઃ આમળા આંખોની રોશની બનાવવામાં મદદ કરે છે. જે મોતિયો તથા આંખોની સમસ્યામાં પણ ફાયદાકારક છે.

વાળ માટે ફાયદાકારકઃ આમળ વાળને મજબૂત બનાવે છે અને ખરતાં વાળ રોકે છે. ઉપરાંત વાળને ચમકદાર અને કાળા બનાવવામાં પણ મદદ કરે છે.

ઉધરસ અને શરદીઃ શિયાળામાં શરદી અને ઉધરસની સમસ્યા સામાન્ય છે. આમળામાં કફને સંતુલિત કરવાનો ગુણ છે જેના પરિણામે તે ઉધરસ, અસ્થમા અને શરદીમાં રાહત આપે છે.

લીવર ડિસઓર્ડર : લીવરની બળતરા, કમળો અને નબળા લીવર કાર્ય જેવી લીવર સમસ્યાઓના સંચાલન માટે આમળા શ્રેષ્ઠ ઔષધિ છે.
આમળા લીવરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.
અપચો અને એસિડિટીઃ આમળા તેના ગુણધર્મોને કારણે અપચો અને એસિડિટી ઘટાડે છે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker