મરણ નોંધ

જૈન મરણ

બેતાલીસ દશા હુમ્મડ દિગંબર જૈન
દેલવાડ નિવાસી હાલ બોરીવલી મુકેશભાઇ અમૃતલાલ શાહ (ઉં. વ. 61) શુક્રવાર તા. 25-10-24ના દેહવિલય થયો છે. તે આશાબેનના પતિ. જૈમિનભાઇ, ક્રિનાબેનના પિતાશ્રી. મોનાબેન અને સાહિલકુમારના સસરા. રાજેશભાઇ, રમેશભાઇ, દેવયાનીબેન, પ્રમીલાબેનના ભાઇ. જગદીશભાઇ, અનિલાબેન રાજેશકુમાર દોશીના બનેવી. પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી શનિવાર, તા. 26-10-24ના 9.30થી 11.30. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, બોરીવલી હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝના સામે, બોરીવલી (વેસ્ટ).
નૃસિંહપુરા દિગંબર જૈન
ગં.સ્વ. મંજુલાબેન શાહ તા.24-10-24ના દેવલોક પામ્યા છે, જે અરુણકુમાર શાહના ધર્મપત્ની. વિશાલ, વિરલ, પારુલના મમ્મી. નેહા તથા સ્વ. મુકેશ પરીખના સાસુ. ધૃવ, હેતવી, મોક્ષના દાદી. મહેશભાઈ તથા નરેશભાઈના ભાભી. નગીનદાસ ફતેહચંદ શાહના પુત્રી. બેસણું તા.26-10-24ના 4 થી 6. પિયરપક્ષનું બેસણું સાથે જ રાખેલ છે. લખમશી નપુ હોલ, 311 ચંદાવરકર રોડ, માટુંગા (સે. રે.).
કચ્છી વિશા ઓશવાળ જૈન
વડાલાના પ્રભાવતી સાવલા (ઉં. વ. 68) તા. 23-10ના અવસાન પામેલ છે. મઠાબાઇ વીરજી દેશરના પૌત્રવધુ. લક્ષ્મીબેન ભવાનજીના પુત્રવધુ. વસંતલાલના ધર્મપત્ની. ધર્મેશ, જીમેશના માતુશ્રી. તેજબાઇ વેલજીના પુત્રી. પદમશી, અમૃતબેન, રતનબેન, લાલજી, ચંચળ, મેઘજી, અશોક, હસમુખના બેન. પ્રાર્થના રાખેલ નથી. એ. ધર્મેશ સાવલા, 206, માતૃ મંદિર, તુલીંજ રોડ, નાલાસોપારા (ઇસ્ટ).
બાંભડાઇ હાલે ડુમરાના લખમશી જીવરાજ સોની (ઉં. વ. 90) તા. 23-10-24ના અવસાન પામેલ છે. માનબાઇ જીવરાજ વેરશી ભાવડના સુપુત્ર. દેવકાબેનના પતિ. વસંત, લહેરચંદ, પંકજ, રમીલા ખુશાલ, દીપા રીમઝીમ, દેશલપરના પ્રફુલા ધીરજ, બીદડાના હીના ભાવેનના પિતા. ડુમરાના વેલબાઇ હીરજી પાસડના જમાઇ. તેજબાઇ શામજી નાગડા, મણીબેન ખીમજી મારૂ, ધનવંતીબેન ધનજી સાવલાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું : પંકજ લખમશી સોની, કે-503, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇસ્ટ).
રાયણના હેમલતાબેન ઝવેરચંદ ગડા (ઉં. વ. 92) તા. 23-10-24ના અવસાન પામેલ છે. લીલબાઈ લાલજી રવજીના પુત્રવધૂ. લાયજાના લીલબાઈ રવજી વેલજી છેડાના સુપુત્રી. જવેરચંદના ધર્મપત્ની. યોગેશ, ઉમેશ, ભાવના, નીલા, નીકી, નમીતાના માતુશ્રી. લાયજાના દામજી, કલ્યાણજી, માવજી, સાકરબેન પ્રેમજી, લક્ષ્મીબેન શામજી, જયાબેન મોરારજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. યોગેશ ગડા, 701, ટ્યુલીપ, 720, તિલક રોડ, પારસી કોલોની, દાદર, મુંબઈ-14.
વાંકીના કંકુબેન પ્રેમજી કક્કા (ઉં. વ. 96) તા. 23/10ના અવસાન પામેલ છે. વેજબાઈ પાસુના પુત્રવધૂ. સ્વ. પ્રેમજી પાસુના ધર્મપત્ની. લક્ષ્મીચંદ, રસીક, કૈલેશ, સરિતાના માતુશ્રી. વાંકીના રતનબેન શીવજીના પુત્રી. મગન, રાઘવજી, કલ્યાણજી, નાનબાઈ ઠાકરશી, ઝવેરબેન મોણશી, તારાબેન મગનલાલના બહેન. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. કૈલેશ પ્રેમજી કક્કા, લવલી સ્ટોર્સ, 53, ચેપલ રોડ, વાંદરા (વે) 50.
સમાઘોઘાના શાંતિલાલ દામજી ગાલા (ઉં. વ. 77) તા. 24-10-24ના અવસાન પામેલ છે. નાનબાઈ દામજીના પુત્ર. ગુણવંતીના પતિ. પરેશ, અમિત, ધવલના પિતા. જેઠાલાલ, મહેન્દ્ર, વિમળા મણીલાલ, કસ્તુર અનિલ, દમયંતી યોગેશના ભાઈ. મણીબેન પ્રેમજી દેઢિયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. શાંતિલાલ ગાલા, સી-904, વલ્લભ દર્શન, પોદૃાર રોડ, મલાડ (ઈ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ કાંદીવલી જયાબેન તથા સ્વ.રમણીકલાલ નાનચંદ શેઠના સુપુત્ર ઉપેન્દ્રભાઈ (ઉં. વ. 69) તા.24-10-2024ના અવસાન પામેલ છે. શોભનાબેનના પતિ. કેજુલ તથા પિંકીબેન જલ્પેશકુમારના પિતાશ્રી. જયેશભાઈના તથા નીરૂબેન પ્રફુલકુમાર અને દક્ષાબેન જીતેન્દ્ર કુમારના ભાઈ. સસુરપક્ષે ગોવિદજી રતનજી દોશી વેરાવળવાળાના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ક.દ.ઓ.જૈન
પ્રેમીલાબેન સોમચંદ નાગડા (ઉં. વ. 86) ગામ વારાપધર હાલ ઘાટકોપર તા. 25-10-24ના અરિહંતશરણ પામેલ છે. તે ભરત, પંકજ, નિલેશ, હિતેશના માતુશ્રી. જ્યોતી, મનીષા, નીતા, અલ્પાના સાસુ. જીગર, બૈજુલ, જીનેન, ફોરમ, કેયુર અને રોનીલના દાદી, ચાંદની જીગર અને હર્ષ રાઠોડના દાદીસાસુ. વેલજી શામજી ધરમશી, ગામ સાંધાણના દિકરી. ઠે.- ટાવર નં 6-704, સાઈપ્રસ, ઓરચાડ રેસિડન્સી, આર. સીટી મોલની પાછળ, ઘાટકોપર પશ્ચિમ, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે. પ્રાર્થના રાખેલ નથી.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઘુઘરાળા નિવાસી હાલ સાયન સ્વ. વિનોદરાય વસનજી બદાણીના ધર્મપત્ની રમીલાબેન (ઉં. વ. 76) બુધવાર તા.23-10-2024ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવેશભાઈ, ધર્મેશભાઈ, અ.સૌ.વંદનાબેન જીતુભાઈ ધારિયાના માતુશ્રી. પ્રાપ્તિ, સંધ્યાના સાસુ. મિહિર, માનવ, નિરવા, પંથકના દાદી. તૃષા, માનવના નાની. પિયરપક્ષે સ્વ. જયાચંદ લાલજી દોશી (મેંદરડાવાલા)ના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.26.10.2024ને શનિવારે 4 થી 6. અમુલખ અમીચંદ સ્કૂલ, સમતાબાઈ હોલ, 76-અ, રફી અહમદ કિડવાઈ રોડ, માટુંગા પૂર્વ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો
Back to top button
ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker