મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
ગં. સ્વ. લક્ષ્મીબેન ભીંડે (ઉં. વ. 79) તે સ્વ. રમણીકલાલ ભવાનજી ભીંડેના ધર્મપત્ની. કચ્છ ગામ પત્રી હાલે મુલુંડ. તે પ્રવીણચંદ્રના ભાભી. ચંદ્રિકાબેનના જેઠાણી. તે સ્વ. અરજણ મોરારજી ગણાત્રા. ગામ ગોણીયાસરવાળાના પુત્રી. તે જગદીશ, જયેશ અને મનિષના માતુશ્રી. અરુણા, દિપ્તીના સાસુજી. તા. 24-10-24ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. 26-10-24ના 5.30થી 7. ઠે. શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, આર. આર. ટી. રોડ, મુલુંડ (પશ્ચિમ), લૌકિક વ્યવહાર બંધ છે. બહેનોએ એ જ દિવસે આવી જવું.
કપોળ
વાંઢ જાફરાબાદવાળા હાલ મુંબઇ સ્વ. પ્રમીલાબેન તથા સ્વ. ગોરધનદાસ હીરજી ગોરડિયાના પુત્ર સંજયભાઇ (ઉં. વ. 62) તા. 24-10-24ના શ્રીજીચરણ પામેલ છે. તે આરતીબેનના પતિ. વરુણ તથા વિધિ, પ્રતીક, ધ્રુવના પિતા. રાજુલાવાલા સ્વ. હસુબેન તથા લલિતભાઇ ટી. સંઘવીના જમાઇ. સ્વ. નરેન્દ્રભાઇ, ભરતભાઇ, કુંદન મધુસુદન, પ્રતીમા ભરત, કિરણ ઘનશ્યામ, બીંદુ દેવાંગ, જયશ્રી શશીના ભાઇ. અરુણા તથા ઇલાના દિયર. પ્રાર્થનાસભા સેવા સદન હોલ, નાના ચોક ટેલીફોન એકસચેન્જની સામે, ગામદેવી તા. 26-10-24ના શનિવારે 5થી 7.
મેઘવાળ
ગામ: સા. કુ. પીઠવડી હાલ: મુંબઈ મહાલક્ષ્મીના સ્વ. પાલુબાઈ મહીડા તે સ્વ. રામજીભાઈ મહિડાના ધર્મપત્ની. સ્વ.વાલજીભાઈ, લક્ષ્મીબેન, સ્વ.પાલજીભાઈ, વિશ્રામભાઈ શામજીભાઈના માતૃશ્રી. કેસરબેન, સ્વ.પાલુબેન, લીબાબેન, દર્શનાના સાસુ તા.22/10/24 મંગળવારના રામચરણ પામ્યા છે તેમના કારજ (બારમું) વિધિ તા.26/10 /24 શનિવારના પાંચ કલાકે. એ/2 નવરંગ હા.સો. સામંતભાઈ રાઠોડ માર્ગના પાટાગણમાં રાખવામા આવેલ છે.
હાલાઇ લોહાણા
હાલ નાલાસોપારા નિવાસી સ્વ. હીરાબેન જેઠાલાલ ભીમજીયાણીના પુત્ર અમૃતલાલ (ઉં. વ. 75) તે કુસુમબેનના પતિ. મહેશ તથા શ્રદ્ધાના પિતા. જેમ્સ અરૂલપ્પન નાડરના સસરા. સ્વ.કેશવજી નાનજી સાકરીયાના જમાઈ. રસિકલાલ, સ્વ.ગોદાવરી હરિદાસ ઠક્કર, સ્વ.તારાબેન મોહનલાલ ગણાત્રા, સુશીલા અરુણકુમાર બુદ્ધદેવ, સ્વ.કમળાબેન ઈશ્વરલાલ નાગ્રેચા, રસીલાબેન મનસુખલાલ નથવાણી, હર્ષાબેન કિશોરકુમાર બથિયાના બનેવી. 22/10/24ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
કાંદિવલી નિવાસી, ગં.સ્વ. જયશ્રીબેન હરીદાસ રૂઘાણી (ઉં. વ. 68) તે સ્વ.હરીદાસ દેવચંદભાઈ રૂઘાણીનાં ધર્મપત્ની, મેહુલ તથા પુનીતના માતુશ્રી. પુનમ તથા શર્લીના સાસુ. પ્રથમ, પ્રિયાંશના દાદી. સ્વ.બીપીનભાઈ લાલજીભાઈ માવાણી તથા શૈલેષભાઈ લાલજીભાઈ માવાણીના બહેન બુધવાર તા.23-10-24ના અક્ષરનિવાસ સિધાર્યા છે. પ્રાર્થનાસભા તા.26-10-24 શનિવારના પ થી 7. પહેલે માળે, હાલાઈ લોહાણા મહાજનવાડી, કાંદિવલી 5.
હાલાઇ લોહાણા
બાંદ્રા નિવાસી સતીશ ઠકરાર (ઉં. વ. 65) તા.25/10/24 શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.મુકતાબેન ગીરધરલાલના પુત્ર. ચંદ્રિકાબેનના પતિ. હિરલ તથા ચિરાગના પિતા. વિશાલ લોંગાનીની અને દિશાના સસરા. સ્વ. હિંમતભાઈ, નવીન, ઉષાકાંત અને ભાવના પ્રભુદાસ વર્ધનના ભાઈ. સ્વ.નરસીદાસ આણંદજી કક્કડના જમાઈ. પ્રાથનાસભા તા.26/10/24ના શનિવારના 5 થી 7. આજીવાસન હૉલ, જુહુ રોડ, એસ એન ડી ટી કોલેજની બાજુમાં, સાંતાક્રુઝ વેસ્ટ.
શ્રીમાળી સોની
સૂરતવાળા હાલ કાંદિવલીમાં ગં.સ્વ. કલાવતીબેન કંચનવાળા (ઉં. વ. 99) તા.23-10-24ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.રણજીતલાલ છગનલાલ કંચનવાળાના પત્ની. સ્વ. ભારતીબેન, સ્વ.શૈલેશભાઈ, સ્વ. નરેશભાઈ, પૂર્ણીમાબેન, વર્ષાબેન પરેશકુમાર મહેતાના માતોશ્રી. નયનાબેનના સાસુ, કુંઝેશ અને અંજેશના દાદી. પૌત્રવધૂ મેઘના, હેમાક્ષી, પૌત્રી હેતલ કૌશિક ઝવેરી. લૌકિક પ્રથા બંધ છે.
સુરતી વિસા લાડ વણિક
ગં. સ્વ.અરુણિકા શાહ (ઉં. વ. 84) મૂળ વતન વ્યારા હાલ મુંબઈ તે સ્વ.બિપીનચંદ્ર અમ્રિતલાલ શાહ (બુચાભાઈ)ના ધર્મપત્ની, કુ.લોપા, નિરવ અને તૃપ્તિના મમ્મી. ડો. પ્રેરણા અને વિક્રમ કાપડિયાના સાસુ. કુ.ગૌરવી કાપડિયાના નાની, તા.25.10.2024ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યહવાર બંધ છે.
પંચાલ જ્ઞાતિ
મૂળગામ પરીયા હાલ મલાડના સ્વ.નટવરલાલ વિઠ્ઠલભાઈ પંચાલના ધર્મપત્ની ગં. સ્વ. ભાગ્યવંતી પંચાલ (ઉં. વ. 77) 24/10/24ના શ્રીજીશરણ પામેલ છે. તે હિતેશ તથા રાજેશ્વરી (રાજુબેન)ના માતુશ્રી. રૂપલ (ડોલી) તથા સરફરાઝભાઈના સાસુ. જગદીશભાઈ તથા સ્વ. કુસુમબેન રતિલાલ મિસ્ત્રીના ભાભી. પિયરપક્ષે પરીયાવાળા સ્વ. ઠાકોરભાઈ. અશોકભાઈ, અરવિંદભાઈ, નટુભાઈ, સતિષભાઈ ઘેલાભાઈ, સ્વ. ચંચળબેન છોટાલાલ, સ્વ. રમાબેન જમનાદાસના બહેન. પ્રાર્થનાસભા 26/10/24ના 3 થી 5. લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકરમંદિર પાસે, એસ. વી રોડ, કાંદિવલી વેસ્ટ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button