વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
પશ્ર્ચિમ બંગાળના હાવડાથી હરિયાણાના કાલકા વચ્ચે દોડતી ૧૫૫ વર્ષ જૂની દેશની પ્રથમ સુપરફાસ્ટ ટ્રેન કાલકા મેલ ટ્રેન હવે કયા નામથી ઓળખાય છે એ કહી શકશો?
અ) સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ બ) ગતિમાન એક્સપ્રેસ ક) ઉદય એક્સપ્રેસ ડ) નેતાજી એક્સપ્રેસ

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો

A                     B

ખંધું કાચી કેરી
ખાકટી કસાઈ
ખાજલી નફો, ફાયદો થવો
ખાટકી લુચ્ચું
ખાટવું વાનગી

ગુજરાત મોરી મોરી રે
વિજ્ઞાન શાખાના શિક્ષણના અનેક વિભાગ – પેટા વિભાગ છે. જો કોઈ વિદ્યાર્થી શિક્ષણ દરમિયાન સ્ટેટિસ્ટિક્સનો અભ્યાસ કરી રહ્યો હોય તો એ કયા વિષયનો અભ્યાસ કરી રહ્યો હોય છે?
અ) ભૂમિતિ બ) રાજ્યશાસ્ત્ર ક) બીજગણિત ડ) આંકડાશાસ્ત્ર

જાણવા જેવું
પ્રત્યક્ષ વેપારમાં ઉત્પાદક ખાસ કરીને સંકળાયેલી દુકાનો દ્વારા, ફરતા વિક્રેતાઓ દ્વારા પોતાના ઉત્પાદન સાથે દુકાનો ખોલીને સીધો જ માલ વેચે છે; જ્યારે પરોક્ષ વેપારમાં માલ વિતરણની પરિસ્થિતિ બદલાય છે. ઉત્પાદક માલ મોટા જથ્થામાં જથ્થાબંધ વેપારીઓને વેચે છે. જથ્થાબંધ વેપારીઓ પોતાના હિસાબે અને જોખમે માલ ખરીદે છે. જાંગડ પ્રકારના વ્યવહારમાં નહિ વેચાયેલો માલ પરત લેવા ઉત્પાદક બંધાયેલ છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
પરંપરાગત વીજળીના બલ્બમાં ફિલામેન્ટ તરીકે ઓળખાતો પાતળો વાયર હોય છે. આ વાયરને કારણે જ પ્રકાશ મળતો હોય છે. આ વાયર કઈ ધાતુનો હોય છે એ કહી શકશો?
અ) કોપર
બ) ટંગસ્ટન ક) એલ્યુમિનિયમ ડ) ઝીંક

નોંધી રાખો
કિરણ પ્રકાશનું હોય કે પછી આશાનું, જીવનમાં રહેલા દરેક અંધકારનો એ નાશ કરી દેવાની ક્ષમતા ધરાવે છે. અજવાળું અને ઉજ્જવળ તક નવજીવન બક્ષે છે.

માઈન્ડ ગેમ
૭ કરોડના લાગેલા ઈનામમાંથી ૩૦ ટકા ટેક્સ કપાઈ ગયા પછી હાથમાં આવેલી રકમના ૨૫ ટકા રકમ દાન કર્યા બાદ કેટલી રકમ હાથમાં રહી એની ગણતરી કરો.
અ) ૩,૪૫,૮૮,૫૦૦ બ) ૩,૬૭,૫૦,૦૦૦ ક) ૩,૭૩,૨૨,૫૦૦ ડ) ૩,૮૦,૦૦,૯૦૦

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B

ભાલ કપાળ
ભાનુ સૂર્ય
ભાર્યા પત્ની
ભામિની રૂપાળી સ્ત્રી
ભાયાત રાજાનો પિતરાઈ

ગુજરાત મોરી મોરી રે
ગણિત

ઓળખાણ પડી
જાપાન

માઈન્ડ ગેમ
૨,૮૧,૨૫,૦૦૦

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સોડિયમ ક્લોરાઇડ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) ભારતી બુચ (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ખુશરૂ કાપડિયા (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) લજિતા ખોના (૧૧) પુષ્પા પટેલ (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) મીનળ કાપડિયા (૧૪) તાહેર ઔરંગાબાદવાલા (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીશી બંગાળી (૧૭) તાહેર ઔરંગાબાદવાલા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) કલ્પના આશર (૨૦) નંદકિશોર સંજાણવાળા (૨૧) અબદુલ્લા એફ. મુનીમ (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) રમેશ દલાલ (૨૪) હર્ષા મહેતા (૨૫) પ્રવીણ વોરા (૨૬) હિના દલાલ (૨૭) ઈનાક્ષી દલાલ (૨૮) જ્યોત્સના ગાંધી (૨૯) મનીષા શેઠ (૩૦) ફાલ્ગુની શેઠ (૩૧) મહેન્દ્ર લોઢાવિયા (૩૨) અરવિંદ કામદાર (૩૩) સુનીતા પટવા (૩૪) રજનીકાંત પટવા (૩૫) વિણા સંપટ (૩૬) દેવેન્દ્ર સંપટ (૩૭) મહેશ દોશી (૩૮) હરીશ મનુભાઈ ભટટ્ટ (૩૯) ભાવના કર્વે (૪૦) સુરેખા દેસાઈ (૪૧) અંજુ ટોલિયા (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) દિલીપ પરીખ (૪૪) વિજય ગરોડિયા (૪૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત