…એટલે જાણીતા સાઉથના અભિનેતાને મહિલાએ જાહેરમાં લાફાવાળી કરી, વીડિયો વાઈરલ…

બોલીવુડમાં સાઉથની ફિલ્મની નકલ કરીને ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જ્યારે ફિલ્મોની સ્ટોરી અને કલાકારો પણ સૌને પસંદ પડી રહ્યા છે, પરંતુ તાજેતરમાં સાઉથના જાણીતા અભિનેતા સાથે ચોંકાવનારો બનાવ બન્યો હતો.
આ પણ વાંચો : Rajnikanth સાથે ફિલ્મ કરીને મારી જિંદગી… બોલીવૂડ એક્ટરનો ચોંકાવનારો દાવો!
તેલુગુ અભિનેતા એનટી રામાસ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોને જોઈ લોકો હેરાન થઈ ગયા હતા, જ્યારે અનેક લોકોએ મજા પણ લીધી હતી. વાઈરલ વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા દોડીને મંચ પર ઊભેલા કલાકારો વચ્ચે એનટી રામાસ્વામીને ઉપરાઉપરી થપ્પડનો ફટકારી રહી છે.
વાત જાણે એમ છે કે અભિનેતા પોતાની ફિલ્મ લવ રેડ્ડીના સ્ક્રિનિંગ માટે એક થિયેટર પહોંચ્યો હતો, ત્યારે એક મહિલા મંચ પર અચાનક મંચ પર ધસી જઈને મેથીપાક ચખાડ્યો હતો. મહિલાએ અચાનક ઉપરાઉપરી થપ્પડો મારવા બદલ સૌએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
ફિલ્મ ‘લવ રેડ્ડી’ના સ્ક્રિનિંગ વખતે એનટી રામાસ્વામી અન્ય કલાકારો સાથે મંચ પર હાજર હતો, ત્યારે એ વખતે મહિલા મંચ પર ધસી જઈ અને એક્ટરને માર્યો હતો. લોકોએ રોક્યા પછી પણ મહિલાને રોકી શક્યા નહોતા. એટલે સુધી કે મહિલાએ કલાકારનો શર્ટ ફાડી નાખ્યો હતો અને એ વખતે પોતાને બચાવતો પણ જોવા મળ્યો હતો.
‘લવ રેડ્ડી’ના પ્રીમિયર વખતે આવું કંઈ થશે એની કોઈએ કલ્પના કરી નહોતી. આ ફિલ્મમાં કલાકારે વિલનનો રોલ કર્યો છે. પોતાના સાથી કલાકારો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે મારવા માટે પહોંચી હતી. વિલનનો અભિનય કર્યો હોવાથી મહિલા તેના પર ગુસ્સે ભરાઈ હતી અને એ ફિલ્મના અભિયનને હકીકત સમજીને તેની મારપીટ કરી હતી.
આ પણ વાંચો : વડા પ્રધાન બનવા માટે જુનિયર એનટીઆરના દાદાએ કર્યું હતું કંઇક…..
સોશિયલ મીડિયા એક્સ પર વીડિયો વાઈરલ થયા પછી લોકોએ પણ તેના અંગે પ્રતિક્રિયા આપી હતી કે આવી પણ એક્ટિંગ નહીં કરવી કે લોકો સાચી માની લે. ફિલ્મની વાત કરીએ તો લવ રેડ્ડીનું નિર્દેશન સ્મરણ રેડ્ડીએ કર્યું છે. લવસ્ટોરીની ફિલ્મમાં વિલનના રોલમાં એનટી રામાસ્વામી છે અને આ ફિલ્મ 18મી ઓક્ટોબરના રિલીઝ કરવામાં આવી હતી.