મેટિનીસ્પેશિયલ ફિચર્સ

કવર સ્ટોરી: હિન્દી – ગુજરાતી ફિલ્મઉદ્યોગે રજની સરને અનુસરવું જોઈએ

  • હેમા શાસ્ત્રી

સાઉથના મેગાસ્ટાર હોવા છતાં હિન્દી ફિલ્મ દર્શકોને પણ પ્રિય રહેલા શિવાજીરાવ ગાયકવાડ ફિલ્મની નિષ્ફળતામાં પણ સહભાગી થાય છે.

શિવાજીરાવ ગાયકવાડમાંથી રજનીકાંત, ત્યારબાદ થલાઈવા અને રજની સર તરીકે ઓળખ મેળવનાર અભિનેતાનું સુવર્ણ જયંતી વર્ષ ચાલી રહ્યું છે. મુખ્યત્વે તમિળ અને એ ઉપરાંત હિન્દી, તેલુગુ, કન્નડ, મલયાલમ અને બંગાળી ફિલ્મોમાં પણ અદ્ભુત અભિનયની આભા ફેલાવનારા જનપ્રિય કલાકારની પહેલી ફિલ્મ ‘આજ્ઞજ્ઞદિફ છફફલફક્ષલફહ’૧૯૭૫માં રિલીઝ થઈ હતી અને ૧૨ ડિસેમ્બરે એ નિજી જીવનના ૭૪ વર્ષ પૂર્ણ કરી ૭૫માં વર્ષમાં પ્રવેશ કરશે. આમ ગોલ્ડન અને ડાયમંડ જ્યુબિલીનો સુભગ સંગમ રચાયો છે ત્યારે એમની ફિલ્મ કારકિર્દીની એક લાક્ષણિકતા જાણવી જોઈએ અને સાઉથની ફિલ્મોની રિમેકમાં કામ કરવા ઉત્સુક હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ એ લાક્ષણિકતા અપનાવવાની દિશામાં ગંભીર રીતે વિચાર કરે એવી અપેક્ષા અસ્થાને નથી.

વાતનું અનુસંધાન તાજેતરમાં રિલીઝ થયેલી તમિળ ફિલ્મ ‘ટયિિંંફશુફક્ષ’સાથે છે. રજની સરની કારકિર્દીની ૧૭૦મી ફિલ્મ ઉપરાંત ૩૩ વર્ષ પછી અમિતાભ બચ્ચન સાથે ફરી જોડી જામી છે (છેલ્લે ૧૯૯૧માં બંને ‘હમ’માં સાથે જોવા મળ્યા હતા) જેવી જાહેરાત કરી ફિલ્મ વિશે ઉત્સુકતા જગાવવામાં આવી હતી. જોકે, આજનો દર્શક શાણો છે. કોઈ કીમિયાથી એને ભોળવી નથી શકાતો. ક્ધટેન્ટ – સ્ટોરીમાં દમ હોવાની જાણ થાય તો જ એ થિયેટર સુધી લાંબો થાય છે. અલબત્ત ક્ધટેન્ટ – સ્ટોરીમાં દમ એટલે શું એની વ્યાખ્યા બાંધવી મુશ્કિલ હી નહીં, નામુમકિન છે. રજની સરના ફેન સુધ્ધાં નવી ફિલ્મ માટે ઘેલા ન થયા અને ૩૦૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ મંગળવાર સુધીમાં ૧૪૦ કરોડનું કલેક્શન ભેગું કરતા હાંફી ગઈ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નફો – નુકસાન તો ચાલ્યા કરે, પણ આ ફિલ્મની નિષ્ફળતાએ એક સરસ વાત સામે મૂકી છે, જેને બિઝનેસ મોડલ બનાવી હિન્દી અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ અપનાવવા
જેવી છે.

ફિલ્મ ટ્રેડની દેખરેખ રાખતા અભ્યાસુઓના કહેવા અનુસાર રજનીકાંત – અમિતાભ બચ્ચનની નવી તમિળ ફિલ્મના બેનર ‘લાયકા પ્રોડક્શન્સે’ આર્થિક ફટકામાંથી ઊગરવા માટે રજનીકાંતને વિનંતી કરી છે કે સર, અમારા બેનરની નવી ફિલ્મમાં કામ કરો, ઓછા પૈસા લઈને. રજની સરને આ વાત ગળે ઊતરી ગઈ છે અને નવી ફિલ્મ ઓછા મહેનતાણું લઈ કરવા તૈયારી બતાવી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ ફ્લોપ સાબિત થયેલી રજનીકાંતની ‘કફહ જફહફફળ’ પણ ‘લાયકા પ્રોડક્શન્સ’નું જ નિર્માણ હતું. નિર્માતાને વિશ્ર્વાસ છે કે નવી ફિલ્મથી આગલા નુકસાનની ભરપાઈ થઈ જશે. આ વિચાર જો અમલમાં મુકાય તો હાલ રજનીકાંત ‘કુલી’ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી નવી ફિલ્મનું શૂટિંગ અંદાજે ૨૦૨૫ના એપ્રિલ – મે મહિનામાં શરૂ થઈ શકે. ‘લાયકા પ્રોડક્શન્સ’ની નવી ફિલ્મ ડિરેક્ટ કરવાની જવાબદારી કોઈ યુવાનને સોંપવામાં આવે એવો આગ્રહ રજનીકાંતે રાખ્યો છે.

‘અત્યારે તમે નુકસાન સહન કરી લો, બીજા સોદામાં હું તમને ભરપાઈ કરી આપીશ’ એ વેપારી વર્ગનું અને ખાસ કરી ગુજરાતી વેપારીઓનું પોતાનું આગવું બિઝનેસ મોડલ છે. સંભવિત નુકસાનથી બચવા જેમ નિર્માતા નફામાં હિસ્સો એક્ટરને આપવા તૈયાર થાય છે એમ જો કોઈ ફિલ્મ ફ્લોપ જાય અને નિર્માતા વધુ એક ફિલ્મ એ જ કલાકારને લઈ બીજો દાવ અજમાવવા માગતો હોય તો કલાકારે ઓછું મહેનતાણું સ્વીકારવાની તૈયારી બતાવવી જોઈએ.આ પ્રયાસથી નિર્માતાને આગલું નુકસાન ભરપાઈ કરવાની તક મળે છે.

હિન્દી અને ગુજરાતી ફિલ્મઉદ્યોગના અગ્રણીઓ ભેગા મળી એ દિશામાં વિચાર વિમર્શ કરી કોઈ નિર્ણય પર આવી શકે તો એમાં અંતે હિત ઈન્ડસ્ટ્રીનું જ છે. ઈન્ડસ્ટ્રી છે તો કલાકાર – કસબીઓ છે એ વાત બધા જાણે છે. હા, બીજી ફિલ્મ અઢળક નફો કરે તો ઓછા પૈસા લઈને કામ કરનારાઓને પાછળથી થોડી વધુ રકમ આપવાની ઉદારતા નિર્માતા રાખે તો એ ઘણી ઉત્તમ વાત કહેવાય.

‘બાબા’ની નિષ્ફળતા…

ત્રણ વર્ષના ગેપ પછી રજનીકાંતે ૨૦૦૨માં ‘બાબા’ નામની તમિળ ફિલ્મ કરી હતી. રજની સર પોતે જ પ્રોડ્યુસર હતા અને ફિલ્મમાં મનીષા કોઈરાલા અને અમરીશ પુરી સહ કલાકાર હતા અને મ્યુઝિક એ. આર. રેહમાનનું હતું. પોતે જ નિર્માતા અને પોતે જ લીડ એક્ટર હોવાથી ફિલ્મ ૧૭ કરોડની વિક્રમી કિંમતે ડિસ્ટ્રીબ્યુટરોને વેચવામાં આવી હતી. જોકે, બોક્સ ઓફિસ પર ફિલ્મ પછડાતા માંડ માંડ ૧૩ કરોડ હાથમાં આવ્યા અને કેટલાક ડિસ્ટ્રીબ્યુટરોને મોટું નુકસાન થયું.

એ સમયે રજની સરે ઉદારતા દાખવી પોતાના ખિસ્સામાંથી ૨૫ ટકા જેટલી રકમ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરોને પરત કરી હોવાના અહેવાલ ત્યારે પ્રગટ થયા હતા. રજની સર દર્શકો ઉપરાંત ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સ અને એક્ઝિબિટર્સ (વિતરક અને પ્રદર્શક)ને કેમ વહાલા છે એ આવા ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે. ‘બાબા’ની નિષ્ફળતાનો તમિળ સુપરસ્ટારને ભારે આઘાત લાગતા બે વર્ષ ઘરે બેઠા રહ્યા અને ૨૦૦૫માં એમણે ‘ચંદ્રમુખી’માં કામ કર્યું, જેને બોક્સ ઓફિસ પર જંગી સફળતા મળી હતી.

મજાની વાત તો એ છે કે ‘બાબા’ની રિલીઝના ૨૦ વર્ષ પછી એટલે કે ૨૦૨૨માં ફિલ્મ થોડી ટૂંકાવી (૧૭૮ મિનિટની ફિલ્મ ૧૪૮ મિનિટની કરવામાં આવી) થિયેટરમાં રિ- રિલીઝ કરવામાં આવી હતી. અને શું થયું? ૨૦૦૨માં દર્શકોએ પીઠ દેખાડી હતી, પણ પુન: રિલીઝ વખતે સંભવત: નવા દર્શકને ‘બાબા’ના દર્શન કરવાની ઈચ્છા થઈ અને ફિલ્મ ચાર કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી. અઢી કલાકનો નવો અવતાર સિને પ્રેમીઓને પસંદ પડ્યો. પોતાના બર્થ – ડેની આસપાસ જ રિલીઝ થયેલી ફિલ્મને મળેલા પ્રતિસાદથી રજની સર ખુશ થયા અને ફિલ્મ મેકિંગ સાથે સંકળાયેલા લોકોને ગિફ્ટ મોકલી હતી

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker