કમાલની વાતઃ યુપીમાં પ્લાસ્ટિકના કચરામાંથી બનાવ્યો 30 કિમી રસ્તો, લાખોની બચત…
અમેઠીઃ ઉત્તર પ્રદેશ (યુપી)માં અમેઠી જિલ્લા વહીવટીતંત્રે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરીને 30 કિલોમીટર લાંબો પાકો રસ્તો બનાવ્યો હતો. જેના કારણે 45 લાખ રૂપિયાની બચત થઈ હતી.
આ પણ વાંચો : “વ્હાલા તારી વાંસળી” એક લાખ અશક્ત-બીમાર ગાયો વાંસળીના સૂરથી બની સ્વસ્થ!
અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રોસેસ્ડ પ્લાસ્ટિક વેસ્ટનો બાંધકામ સામગ્રી તરીકે ઉપયોગ કરીને પર્યાવરણને સુરક્ષિત કરી શકાય છે.
ચીફ ડેવલપમેન્ટ ઓફિસર (સીડીઓ) સૂરજ પટેલે જણાવ્યું હતું કે અમેઠીમાં ચારેય તાલુકાઓમાં વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ કાર્યરત છે જેથી પ્લાસ્ટિકના કચરાનો ફરીથી ઉપયોગ કરી શકાય. તેમણે કહ્યું કે આ એકમો અમેઠીના ભૌસિંહપુર, તિલોઈના બહાદુરપુર, મુસાફિરખાનાના મહોના પશ્ચિમ અને ગૌરીગંજના સુજાનપુરમાં કાર્યરત છે.
સીડીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરીને 30 કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે ગૌરીગંજ સેક્શનમાં એક રોડ, બહાદુરપુર સેક્શનમાં એક અને જગદીશપુર સેક્શનમાં ચાર રસ્તા બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Tourism: ધોળાવીરામાં ટેન્ટ સિટી બનીને તૈયાર: હડપ્પન થીમ પર બની છે બોલિવૂડ જેવી ટેન્ટ સિટી!
તેમણે કહ્યું હતું કે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરવાથી પ્રતિ કિલોમીટર 1.5 લાખ રૂપિયાની બચત થાય છે. આવી સ્થિતિમાં 30 કિલોમીટર રોડ બનાવીને કુલ 45 લાખ રૂપિયાની બચત થઈ હતી. આ અભિગમ પ્લાસ્ટિકના કચરાનું સંચાલન કરવાનું પણ સરળ બનાવે છે, જે એક નોંધપાત્ર પર્યાવરણીય પડકાર છે.