લૉરેન્સ બિશ્નોઈ ગેંગના 7 શૂટર્સને દિલ્હી પોલીસે ઝડપ્યા, તપાસમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા
Lawrence Bishnoi News Updates: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ (Gangster Lawrence Bishnoi) ગેંગના 7 શૂટર્સની ધરપકડ કરી છે. તમામ શૂટર્સ પંજાબ અને આસપાસના રાજ્યમાંથી ધરપકડ કરવામાં આવી છે. તમામ પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. સૂત્રો મુજબ, બાબા સિદ્દકી (Baba Siddique Murder Case) કેસમાં ધરપકડ કરાયેલા શૂટર્સની પણ સ્પેશિયલ સેલ (Special Cell) પૂછપરછ કરી રહી છે.
7 શૂટર્સની ધરપકડ
જાણકારી મુજબ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે દેશભરમાં બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટરના ઠેકાણા પર દરોડા પાડી રહી છે. પોલીસના દરોડા દરમિયાન 7 શૂટર્સની ધરપકડ કરવામાં આવી છે. હાલ દિલ્હી પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો : સોમી અલીએ લૉરેન્સ બિશ્નોઈને જેલમાંથી ઝૂમ મિટિંગ કરવા આમંત્રણ આપ્યું અને કહ્યું કે…
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ પર 10 લાખનું ઈનામ જાહેર કર્યું
તપાસ એજન્સી એનઆઈએ શુક્રવારે જેલમાં બંધ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ પર 10 લાખનું ઈનામ જાહેર કર્યું છે. તેના પર 2022માં દાખલ બે એનઆઈએ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. બાબા સિદ્દીકી હત્યા મામલે પોલીસે ખુલાસો કર્યો કે એનસીપી નેતાની હત્યા કરનારા 3 શંકાસ્પદ શૂટરોએ હત્યા પહેલા એક મેસેજિંગ એપના માધ્યમથી જેલમાં બંધ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના કેનેડા સ્થિત ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાત કરી હતી.
બાબા સિદ્દીકી હત્યા કેસમાં કુલ કેટલા આરોપી પકડાયા
12 ઓક્ટોબરે મુંબઈમાં અજિત પવારની એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આી હતી. આ હત્યાકાંડમાં લૉરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું. આ મામલે પોલીસ અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરી ચુકી છે.