ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગુરુવારે રાત્રે મસ્જિદ સામે વિરોધ રેલી કાઢી રહેલા લોકો અને પોલીસ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો અને લાઠીચાર્જની ઘટના (Uttarkashi Clash) બની હતી. જેને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. પોલીસે શુક્રવારે સવારે આ અંગે જાહેરાત કરી હતી. શહેરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા અન્ય જિલ્લાઓમાંથી વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે.
| Also Read: દેશમાં વિમાન બાદ હવે હોટલોને Bomb થી ઉડાવવાની ધમકી, તિરુપતિમાં ત્રણ હોટલને મળ્યો ઇ-મેલ
મસ્જિદના વિરોધમાં રેલીનું આયોજન કરનારા ધાર્મિક સંગઠને 4 નવેમ્બરે મહાપંચાયત બોલાવી છે. હાલમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને કોઈ આંદોલન કરવામાં આવશે નહીં. આંદોલનની રણનીતિ 4 નવેમ્બરના રોજ જ નક્કી કરવામાં આવશે.
અહેવાલ મુજબ વિશ્વનાથ મંદિરના ઓડિટોરિયમમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં આઠ નામજોગ અને 200 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
જનાક્રોશ રેલી બોલાવનારા ધાર્મિક સંગઠનનું કહેવું છે કે લાઠીચાર્જની ઘટનાના વિરોધમાં બંધ પાડવામાં આવે, વેપારીઓ સ્વેચ્છાએ નિર્ણય લે છે. તેમણે કહ્યું કે બજાર બંધ કરાવવા માટે કોઈ દબાણ કરવામાં આવશે નહીં.
બીજી તરફ આ ઘટનાના વિરોધમાં વેપારી મંડળના એલાન પર તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારી મંડળે પોતાના જૂથમાં દુકાન ખોલનારા વેપારી સામે કાર્યવાહીની ચેતવણી આપી છે.
| Also Read: કોણ છે એ એક વ્યક્તિને જેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે Aishwarya Rai-Bachchan? નામ જાણીને ચોંકી ઉઠશો
ગુરુવારે ઉત્તરકાશીમાં મસ્જિદ વિવાદે હિંસાનું રૂપ લીધું હતું. એક ધાર્મિક સંગઠને મસ્જિદ વિરુદ્ધ જનાક્રોશ રેલી કાઢી. પોલીસે મસ્જિદ તરફ જતા રસ્તા પર બેરિકેડ લગાવી દીધા હતા, જેના કારણે ગુસ્સે થયેલા દેખાવકારોએ પોલીસકર્મીઓ અથડામણ કરી હતી. લગભગ અઢી કલાક સુધી અથડામણ ચાલુ રહી. આ દરમિયાન ક્યાંકથી પોલીસ તરફ એક બોટલ ફેંકવામાં આવી હતી, જે બાદ પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી નાખી હતી. આનાથી ગુસ્સે ભરાયેલા દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો