સ્પેશિયલ ફિચર્સ

આ વાતો ભૂલથી પણ કોઈને ન કહેશો, મુશ્કેલીમાં મુકાઈ જશો

ચાણક્ય એક કુશળ રાજકારણી અને અર્થશાસ્ત્રી હતા. તેમની ચાણક્ય નીતિને અનુસરીને કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. ચાણક્યની વ્યૂહરચનાઓને અનુસરીને વ્યક્તિ ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકે છે, કારણ કે ચાણક્યએ સમાજને અસર કરતી દરેક વસ્તુનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું છે કે કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ બીજા સમક્ષ કરવાથી તમને ઘણુ નુક્સાન થાય છે, તેથી આવી વસ્તુનો ઉલ્લેખ તમારે બીજા સમક્ષ ન કરવો જોઈએ. ચાલો આપણે જાણીએ કે ચાણક્યએ કઈ કઈ વસ્તુઓ બીજાને કહેવાની મનાઈ કરી હતી.

| Also Read: Ratan Tata Will : કોને મળશે રતન ટાટાની રૂપિયા 10,000 કરોડની સંપત્તિ,  જાહેર થઈ વસિયતની વિગતો

ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે ડરને કારણે દરેક લોકોને તમારી સમસ્યા વિશે ના જણાવો. આમ કરવું યોગ્ય નથી. આનાથી આપણે પોતાને જ નુકસાન પહોંચાડીએ છીએ. તમે બીજાને અંગત માનો છો અને તેમને તમારી સમસ્યાઓ જણાવો છો, પરંતુ તેઓ તમને તેમના અંગત માને છે કે નહીં એ તમે જાણતા નથી. તેઓ કદાચ એટલા ખુલ્લા સ્વભાવના નથી અથવા તેમની પાસે તમારા વિશે વિચારવાનો પૂરતો સમય નથી. તેઓ તમારી અવગણના કરી શકે છે કે તમારી સમસ્યા બીજા સમક્ષ જાહેર કરી શકે છે.

ચાણક્ય કહે છે કે જીવનમાં ઘણી વખત તમારી આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ જાય છે. આવા સમયે તમારે તમારી પરિસ્થિતિ બીજા કોઈની સાથે શેર ન કરવી જોઈએ. તમારી નબળી આર્થિક સ્થિતિ વિશે વારંવાર ચર્ચા કરવાથી, લોકો તમારી સ્થિતિ પર હસવા લાગે છે. તમે બધી વસ્તુઓ ફક્ત એની સાથે જ શેર કરો કે જેના પર તમને સંપૂર્ણ વિશ્વાસ છે.
ચાણક્યનું કહેવું છે કે મોટા ભાગના લોકો તમારી સમસ્યાઓ સાંભળે છે અને તમને દિલાસો પણ આપે છે, પરંતુ બીજાની સામે આવતા જ તેઓ તમારી સમસ્યાઓની મજાક ઉડાવવા લાગે છે, તેથી તમારું દુઃખ ફક્ત તમારા અંગત કે નજીકના એવા લોકો સાથે જ શેર કરો, જેમના પર તમે સંપૂર્ણ વિશ્વાસ કરો છો.

ચાણક્ય કહે છે કે પુરુષે પોતાની પત્ની વિશે બીજા કોઈની સાથે વાત ન કરવી જોઈએ, કારણ કે તેઓ તમારી પત્નીનું અપમાન કરી શકે છે. આમ પણ પત્નીનું અપમાન થાય તો એ પતિના અપમાન બરાબર છે, કારણ કે
પતિનું સન્માન પત્નીના સન્માન સાથે જોડાયેલું હોય છે.

ચાણક્યના મતે, સંકટના સમયે તમારે તમારી પારિવારિક બાબતોને લોકો સાથે શેર કરવાનું ટાળવું જોઈએ, કારણ કે જો બહારના લોકોને તમારા ઘરની નાની-નાની વાત પણ ખબર પડી જાય તો તેઓ તમારી વિરુદ્ધ પ્લાનિંગ કરવા લાગે છે. આ પછી તેઓ તમારા ઘરમાં કંકાસ ફેલાવવાની કોશિશ કરે છે. આ કારણે તમે એકબીજા સાથે દલીલો કરો છો.

| Also Read: સલમાન ખાને મામલો પતાવવા બિશ્નોઈને બ્લેન્ક ચેક આપ્યો હતો, લોરેન્સના ભાઈનો દાવો

જો કોઈ વ્યક્તિ તમારું અપમાન કરે છે તો તેને તેની આસપાસના લોકો સાથે શેર ન કરવું જોઈએ. જીવનમાં લોકોને ઘણી વખત અપમાનનો સામનો કરવો પડે છે. આવા સમયે તમારે ધીરજ રાખવી જોઈએ અને આ વાત તમારા દિલમાં જ ઢબુરી દેવી જોઇએ. જો તમે લોકોને કહેવા જશો તો લોકો તમારી મજાક ઉડાવશે. પરિસ્થિતિને સમજ્યા વિના તેઓ તમને દોષ આપશે અને અંતે તમે હતાશ થઇ જશો. ચાણક્યની સમજદારીની આવી વાતો ગાંઠે બાંધવા જેવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button