આપણું ગુજરાત

Vav Bypoll : ભાજપે વાવ બેઠક પર સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા, ઉમેદવારી પત્ર ભર્યું

અમદાવાદ : ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી(Vav Bypoll)માટે કોંગ્રેસે ઉમેદવારની નામની જાહેરાત કર્યા બાદ ભાજપે પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. જેમણે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર વર્ષ 2022માં વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વિરુદ્ધ ચૂંટણી લડ્યા હતા. જે 15 હજારથી વધુ મતથી હારી ગયા હતા.

| Also Read: Ahmedabad ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 બાંગ્લાદેશીઓની અટકાયત

અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા

સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેવો ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમની રાજકીય કારકિર્દી વર્ષ 2019થી શરૂ થઇ છે. તે વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને 48,634 મત મળ્યા હતા.

કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી

ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. કોંગ્રેસે આખરે આ બેઠક પરથી ઉમેદવાર તરીકે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત કરી છે.

| Also Read:વાવ બેઠક પર ઉમેદવારોના નામ પર હજુ સસ્પેન્સ: ઉમેદવારી નોંધાવવાનો કાલે છેલ્લો દિવસ

વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ 3,10,681 મતદારો

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ 3,10,681 મતદારો નોંધાયા છે. જેમાં 1,61,293 પુરુષ તથા 1,49, 387 સ્ત્રી મતદારો અને 01 અન્ય મતદારનો સમાવેશ થાય છે. 07-વાવ વિધાનસભા બેઠક માટે 13 નવેમ્બરના ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25/10/2014 છે. તેમજ ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ 28/10/2024 છે. જ્યારે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ 30/10/2024 છે. જ્યારે પરિણામ 23/11/2024ના રોજ જાહેર કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button