મેટ્રો-ટુ-મેટ્રો રૂટ પર એર ઈન્ડિયામાં મુસાફરી આરામદાયક બનશે! વિસ્તારા સાથે મર્જર પહેલા લેવાયો આવો નિર્ણય
મુંબઈ: આગામી મહીને ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયા અને સિંગાપુરની વિસ્તારા એરલાઈન્સ મર્જર (Air India-Vistara Merger) થવાનું છે. આ મર્જર બાદ દેશના મેટ્રો-ટુ-મેટ્રો રૂટ પર એર ઈન્ડિયાના પ્લેનનું સ્થાન વિસ્તારા એરલાઈન્સના પ્લેન લેશે. જેને કારણે મુસાફરોની સુવિધામાં વધારો થશે, કેમ કે વિસ્તારા પ્લેન વધુ સારું ઈન્ટિરિયર્સ ધરાવે છે.
એક અહેવાલ મુજબ, “એર ઈન્ડિયાના એરક્રાફ્ટનું એક પછી એક રીફર્બીશ કરવામાં આવી રહ્યું છે, જ્યાં સુધી આ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી, દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ વચ્ચે જેવા ટ્રો-ટુ-મેટ્રો રૂટ પર વિસ્તારાના વિમાનો તૈનાત લારવામાં આવશે. જયારે, એર ઈન્ડિયાના વિમાનોને અન્ય સ્થાનિક રૂટ પર શિફ્ટ કરવામાં આવશે.”
એર ઈન્ડિયાએ ગયા મહિને જાહેરાત કરી હતી કે તેણે તેના 27 “લેગસી” A320neo પ્લેનને અપગ્રેડ કરવાનું કામ શરૂ કર્યું છે અને આ કામ 2025ના મધ્ય સુધીમાં પૂર્ણ થઈ જશે. એકવાર આ નેરોબોડી પ્લેન્સનું રીફર્બીશનું કામ પૂર્ણ થઈ જશે, ત્યાર બાદ 40 “લેગસી” વાઈડબોડી પ્લેન્સને રિટ્રોફિટ કરવાનું કામ શરુ થશે.
વિસ્તારા અને એર ઈન્ડિયાનું 11 નવેમ્બરના રોજ મર્જ થશે. જો કે, એર ઈન્ડિયા અને વિસ્તારાના કેબિન ક્રૂ સભ્યોના ડ્યુટી રોસ્ટર થોડા સમય માટે અલગ-અલગ રહેશે. વિસ્તારાના મુસાફરોના અનુભવને અસર ન થાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. વિસ્તારા વિમાનોમાં લિવરી, સીટના રંગો વગેરે બદલવામાં ઘણો સમય લાગશે.
મેટ્રો-ટુ-મેટ્રો રૂટ માટેના વિસ્તારાની ફ્લાઈટ્સની માંગ વધુ છે, ખાસ કરીને કોર્પોરેટ ગ્રાહકો માટે.