ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

X, Youtube અને Telegram ને મોદી સરકારે તાત્કાલિક આ વીડિયો સામગ્રી દૂર કરવા ફટકારી નોટિસ

ઇન્ટરનેટ પર વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ X, Youtube અને Telegram પર સરકારના આઇટી વિભાગે તવાઇ બોલાવી છે. કેન્દ્રના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના પ્રધાન રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઇપણ અશ્લીલ સામગ્રી તેમજ ચાઇલ્ડ પોર્નને લગતી ગુનાહિત અને હાનિકારક સામગ્રી ન હોવી જોઇએ. આવી સામગ્રીઓ આપતા એકાઉન્ટ્સ સામે આ વેબસાઇટ્સ દ્વારા જાતે જ પગલા લેવાવા જોઇએ અને જો જાતે પગલા ન લેવાય તો કલમ 79 હેઠળ તેમનો સુરક્ષિતતાનો અધિકાર છીનવાય જશે.

કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટીના રાજ્યકક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરે વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાને તેમના પ્લેટફોર્મ પર બાળ યૌન શોષણ સંબંધિત કોઈપણ પ્રકારની સામગ્રી નથી તેની ખાતરી કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X, YouTube અને Telegramને નોટિસ મોકલવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે આ પ્રકારની ખાતરી હવે તેની જાતે જ કરવી પડશે.

સરકારે નોટિસમાં જણાવ્યું છે કે IT એક્ટ હેઠળ, સોશિયલ મીડિયા કંપનીઓ તેમના પ્લેટફોર્મ પર વિવિધ એકાઉન્ટ્સને ગુનાહિત અને અશ્લીલ પોસ્ટ દર્શાવવાની મંજૂરી ન આપે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. IT એક્ટની કલમ 66E, 67, 67A અને 67B અશ્લીલ અથવા અશિષ્ટ સામગ્રીના ઓનલાઈન ટ્રાન્સમિશન માટે ભારે દંડ અને કેદની સજાની જોગવાઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button