સાડી પહેર્યા પછી બોલ્ડ અંદાજમાં જોવા મળી ‘બિકિની ક્વિન’, જોઈ લો વાઈરલ તસવીરો…
મુંબઈઃ દિશા પટણીની વાત જ્યારે આવે ત્યારે ચાહકોના દિગામમાં સૌથી પહેલા બોલ્ડ લૂક્સની જ કલ્પના કરી શકો. બ્યુટી ક્વિનથી આગળ બિકિની ક્વીન બનેલી દિશા પટણીને બોલ્ડ આઉટફીટમાં જોવા મળતી હોય છે, પરંતુ તાજેતરમાં ટ્રેડિશનલ આઉટફીટને ચર્ચામાં આવી હતી. તેના હોટ લૂકને જોઈને સૌ દંગ રહી ગયા હતા. પહેલા સાડી પછી લોકટ આઉટફીટમાં જોવા મળ્યા પછી લોકોએ તેના પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
તાજેતરમાં દિશાએ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે પાર્ટી એટેન્ડ કરી હતી, જ્યાં દિશા ટ્રેડિશનલ વિઅરમાં જોવા મળી હતી. બોલ્ડ લૂકિંગ બ્લાઉઝ, સાડીમાં સજ્જ દિશાને જોઈને લોકો ફિદા થઈ ગયા હતા. દિશા પટણીએ કોકો એન્ડ ગોલ્ડ કોમ્બિનેશનના ટ્રેડિશનલ લૂકમાં લો કટ બિકિની સ્ટાઈલ બ્લાઉઝ પહેર્યો હતો. અહીંની ઈવેન્ટમાં દિશાની સાડી ડ્રેપિંગ સ્ટાઈલે સૌનું દિલ જીતી લીધું હતું, ત્યારબાદ લોકોએ તેના અંગે પ્રતિક્રિયા પણ આપી હતી.
શેયર્ડ પિક્સમાં દિશા પટણીએ બ્લેક ક્લરની મેક્સી બોડીકોન ડ્રેસમાં પણ જોવા મળી હતી. કર્વી ફિગરને ફ્લોન્ટ કરીને ડીપ કટ નેકલાઈનમાં જોવા મળી હતી. આ બોલ્ડ લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ તેની પ્રશંસા કરવા સાથે ટીકા કરવાનું પણ છોડ્યું નહોતું. દિશાની એક્સેસરીઝની સાથે બોડીકોન ડ્રેસ અને ચંકી લૂકિંગ બ્રેસલેટ્સે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કાનમાં હુક શેપ્ડ ઈયરિંગ્સની સાથે ગળામાં લાઈટ વેટ ચેન એન્ડ પેન્ડન્ટ સેટ પહેર્યો હતો. વેવી હેયની સાથે ન્યૂડ ટોન મેકઅપમાં દિશાએ લોકોનું દિલ જીતી લીધું હતું.
દિશાએ શેર કરેલા ફોટોગ્રાફ અને વીડિયો અંગે અનેક હજારો લોકોએ પ્રતિક્રિયા આપી છે, જ્યારે લાખો લોકોએ લાઈક આપી હતી. અમુક લોકોએ તો દિલ ખોલીને પ્રશંસા કરીને હાર્ટ એન્ડ ફ્લાવરના ઈમોઝી મૂકયા હતા. દિશા પટણી એક બોલ્ડ અને અલ્લડ અભિનેત્રી હોવા છતાં પોતાની બોલ્ડ અવતારને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર પણ તેના ફોલોઅર્સની સંખ્યા 61 મિલિયનથી વધુ લોકોની છે.